ધન્ય છે યુવકની ભકતીને: માનતા પુરી થતા આવી બાળીદેતી ગરમીમાં આ યુવક સુતા-સુતા મોગલ ધામ જવા માટે નીકળ્યો…

Story

દરેક લોકો દેવી દેવતામાં ખુબજ શ્રદ્ધા રાખતા હોય છે અત્યારના સમય દરેક લોકો કોઈપણ મુસીબત આવે ત્યારે પોતાની શ્રદ્ધા મુજબ દેવી દેવતાની માનતા રાખતા હોય છે અને તેમની મુસીબત દૂર થતા તે માનતા પુરી કરતા કરતા હોય છે ત્યારે આજે એક એવા ભક્તની વાત કરવાના છીએ.

જે જાણીને તમે પણ ચોકી ઉઠસો કે આવી આકળી માનતા કેવી રીતે થશે.તો વાત કરીએ તો તળાજા તાલુકાના તરસરા ગામ ખાતેથી મોગલધામ ભગુડા જવા એક યુવાન પોતે દડતા જવા માટે રવાના થયા છે દરેક લોકો વર્ષ દરમિયાન કંઈક ને કંઈક નાની મોટી માનતા રાખતા હોય છે.

તળાજા નજીક આવેલા પવિત્ર યાત્રાધામ જેવા કે ગોપનાથ,ઊંચા કોટડા,ભગુડા બગદાણા સહિતના તીર્થ સ્થાનો પર હજારો લોકો નાની મોટી માનતા રાખતા હોય છે.આ એક શ્રદ્ધાનો વિષય છે અમુક લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળતી હોય છે તો અમુક લોકોમાં શ્રધા જોવા મળતી હોય છે.

તેવી રીતે માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા તળાજા તાલુકાના તરસરા ગામના પરિવારે મોગલ માતાજીની માનતા રાખી હતી જેના કારણે આજે સવારે તેવો પોતાના ઘરેથી ભગુડા જવા માટે દડતા દડતા જવા માટે રવાના થયા હતા.

અત્યારે હાલ ગરમીના હિસાબે રોડ પણ ખુબજ ગરમ હોય છે પરંતુ માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા આ યુવાન કંઈક પણ વિચાર્યા વગર જ રવાના થયા હતા જેમાં તેમને તેમની શ્રદ્ધા સમાયેલી હોય છે.આવી આકળી માનતા અનેક ભક્તો રાખતા હોય છે અને તેમની મનોકામના પણ પૂર્ણ થતી હોય છે ખાલી ભગવાન પ્રત્યે શ્રદ્ધા જોઈએ.

Leave a Reply

Your email address will not be published.