તો આ કારણથી ગીતાબેન રબારી પોતાના ઘરનું નામ “વિંજુસ નેસ્ટ” રાખ્યું છે…

Story

આપણે સૌ કોઈ જાણીએ છે કે, . ગીતા રબારી માત્ર 10 વર્ષના હતા ત્યારથી ગીતો ગાઈ રહ્યા છે અને રાણો શેરમાં રે’ સોંગ થી ગુજરાતના સુપ્રસિદ્ધ થયેલ. લોકગાયિકા ગીતાબેનએ અત્યાર સુધીમાં ગીતા રબારી ‘મા તારા આશીર્વાદ અમને ઘણા ફળ્યા છે’, ‘ઢોલ નગારા વાગ્યા કરે મારો કાનુડો રાસડે રમ્યા કરે’ તેમજ ‘શ્રાવણ કેરો માસ આયો’ જેવા અનેક ગીતો ગાઈ ચૂક્યા છે. તેમનું નામ ગુજરાતના ખૂણે ખૂણે જાણીતું છે. ત્યારે આજે તેઓ અત્યંત વૈભવશાળી જીવન જીવી રહ્યા છે.

એક સમયે નાના એવા ઘરમાં રહેનાર ગીતાબેન રબારીએ પોતાનું આલીશાન ઘર પણ લઈ લીધું છે અને આ ઘરનું નામ તેમને વિનુજ નેસ્ટ રાખ્યું છે. આ નામ સાંભળતા તમને અજુકતું લાગે પરતું આ નામ ખુબ જ ખાસ છે કારણ કે ગીતાબેન રબારી પોતાની માતાના નામ પરથી આ ઘરનું નામ રાખ્યું છે.

ગીતાબેનનાં માતાનું નામ વિનુજબેન છે અને તેમમાં માતા એ અનેક ઘરોમાં કામ કરીને પોતાની દીકરી ની પરવરીશ કરી છે અને શ્રેષ્ઠ જીવન આપ્યું છે, ત્યારે તેમની માતાનું ઋણ ચૂકવવા તેમને પોતાની મા પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરવા આ ઘરનું નામ પોતાની માતાના નામ પરથી રાખ્યું છે.

આમ પણ જીવનમાં ઘણો પરિશ્રમ કર્યા બાદ અહીંયા સુધી પહોંચેલા ગીતાબેન ઘરની તસવીરો તેમણે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. તસવીરોમાં તેમણે ઘરની ઝલક દેખાડી જતી જેમાં તેઓ પતિ પૃથ્વી સાથે ગૃહ પ્રવેશ પૂજા કરતાં જોવા મળા રહ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી.

ગીતાબેનનું આ નવું ઘર કોઈ મહેલથી કમ નથી. ઘરમાં તેમણે ફર્નિચર પણ ખૂબ સુંદર કરાવ્યું છે. તેમણે આ લક્ઝુરિયસ ઘર ક્યાં ખરીદ્યું છે તેની કોઈ જાણકારી આપી નથી. તેમણે ઘરમાં મોટું પૂજા ઘર પણ બનાવડાવ્યું છે. જેમાં લિંબોજ માતાજી અને દ્વારકાધીશ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી છે.

ગીતા રબારીએ ઘરનું નામ ‘Vinju’s nest’ દીવાલમાં લખાવેલ છે, જ્યાં ગણેશજીની પ્રતિમાઓ પણ છે.ગીતા રબારીએ સોશિયલ મીડિયા પર માતા-પિતા સાથેની તસવીરો પણ શેર કરી છે. દીકરીની સફળતાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.