હવે નહીં આવે AC નું બિલ, આવી ગયા છે સોલાર AC, જાણો તેની કિંમત અને ખાસિયત

Technology

આજના સમયમાં, વિશ્વમાં એકથી એક શોખીનો લોકો હોય છે જેઓ વિવિધ પ્રકારની વસ્તુઓના શોખીન હોય છે. જે વસ્તુઓની બજારમાં સહુથી વધુ માંગ હોય છે, તે જ પ્રકારની વસ્તુઓ કંપનીઓ વધુને વધુ બનાવવાનું કામ કરે છે. જેમ કે ઈલેક્ટ્રીક વસ્તુઓ, ફ્રીઝ, ટીવી, કૂલર, એસી, મોબાઇલ અને ફેન જેવી અનેક વસ્તુઓની કંપનીઓ બજારમાં અલગ અલગ ડિઝાઇન અને મોડેલ બનાવીને વેચે છે.

જો આપણે એસીની વાત કરીએ, તો આજે એ એક સામાન્ય બાબત બની ગઈ છે. મોટા પ્રમાણમાં લોકો એસી અને કુલરનો ઉપયોગ કરી રહ્યા છે. એસી ધરાવતા લોકોના વીજળી બીલ પણ વધુ આવે છે. આજે આપણે સોલરથી ચાલતા એસી વિશે વાત કરીશું, જેમાં વીજળીનો વપરાશ થતો નથી. તો ચાલો સૌર ઉર્જાથી ચાલતા એસી વિશે જાણીએ.

સામાન્ય રીતે બજારમાં આજે 1 ટન, 1.5 ટન અને 2 ટનની ક્ષમતા સાથેના સોલર એસી ઉપલબ્ધ છે. તમે તમારી જરૂરિયાત મુજબ AC ખરીદી શકો છો. વીજળી બચાવવાની વાત કરીએ તો, સોલર એસી સ્પ્લિટ અથવા વિન્ડો એસીની સરખામણીમાં 90 ટકા વીજળી બચાવી શકે છે. જો તમે સામાન્ય એસીનો ઉપયોગ કરો છો, તો તે દિવસમાં 20 યુનિટ (15-16 કલાક ચાલે છે) અને મહિનામાં 600 યુનિટનો ઉપયોગ કરે છે, જેનો અર્થ છે કે એક મહિનામાં માત્ર એસીનું બિલ 4,000 થી 4,200 રૂપિયા હશે.

બીજી બાજુ, સોલર એસીની વાત કરીએ તો અહીં તમને ગરમી અને ખર્ચ બંનેમાંથી રાહત મળે છે. જો તમે થોડી કાળજી સાથે સોલર એસીનો ઉપયોગ કરો તો કદાચ તમારે તેના પર 1 રૂપિયા પણ ખર્ચ કરવો પડશે નહીં. એટલે કે, એક વખત રોકાણ કરો અને એસીના વીજળીના બિલથી કાયમી છુટકારો મેળવી શકાય છે.

આજના સમયમાં સોલાર એસી બનાવતી ઘણી કંપનીઓ છે. જુદી જુદી કંપનીઓના નવા સોલાર એસી મોડલની કિંમત લગભગ સમાન છે. પાર્ટ્સની વાત કરીએ તો, સોલર એસીમાં પણ સામાન્ય એસી જેવી જ વસ્તુઓ હોય છે પરંતુ તેમાં સોલર પ્લેટ અને બેટરી અલગથી ઉમેરવામાં આવે છે.

સોલર એસીની કિંમત સામાન્ય એસી કરતા ઘણી મોંઘી હોય છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે એક વખત તેમાં નાણાં રોકવામાં આવે તો પછી કાયમ વીજળીનું બિલ ચૂકવવાની કોઈ પરેશાની નહીં રહે. જો આપણે સોલર એસીની કિંમતની વાત કરીએ તો તે 1 ટન એસી (1500 વોટ સોલર પ્લેટ) સાથે 97 હજાર રૂપિયા, 1.5 ટન એસી માટે 1.39 લાખ રૂપિયા અને 2 ટન એસી માટે 1.79 લાખ રૂપિયા છે. આ ખર્ચ થોડો વધારે છે, પરંતુ લાંબા ગાળે તે વીજળીના બિલમાંથી રાહત આપી શકે છે.

ઉત્તમ ઠંડક ક્ષમતા ઉપરાંત, સોલર એસીમાં ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. આપણે જાણવું જોઈએ કે બજારમાં ઉપલબ્ધ સોલાર એસી સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે અને તેની કોઇલ તાંબાની બનેલી છે. આ સોલાર એસી ઓટોમેટિક એર ફ્લો એડજસ્ટમેન્ટ અને સ્લીપર ટાઇમ ફીચર્સ સાથે આવે છે. તેને ફોલો એર થ્રો, ઓટો સ્ટોપ ફ્લેપ્સ, ઓટોમેટિક ફ્લેપ્સ અને ઓટો સ્ટાર્ટ જેવી નવી સુવિધાઓ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *