લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈનો 13/2 ના રોજ જન્મ થયો છે. 2006માં અભિનયની દુનિયામાં પ્રવેશેલી રશ્મિ દેસાઈએ આર્થિક તંગીના કારણે 16 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન રશ્મિ દેસાઈએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે ‘મારી માતા સિંગલ પેરેન્ટ હતી. એક સમય હતો જ્યારે અમારી પાસે બે ટાઈમ જમવાના પણ પૈસા નહોતા. મા એકલી અમારું પેટ ભરવા દિવસ-રાત મહેનત કરતી. એટલા માટે તેમણે 16 વર્ષની ઉંમરે કમાવાનું શરૂ કરી દીધું હતું.
હિન્દી અને ભોજપુરી ફિલ્મો તેમજ વેબ સિરીઝમાં કામ કર્યું હતું રશ્મિ દેસાઈને તેની વાસ્તવિક ઓળખ 2008ની હિન્દી સિરિયલ ‘ઉતરન’થી મળી હતી. આ સિરિયલમાં રશ્મિએ તપસ્યાનું પાત્ર ભજવ્યું હતું. આ પછી તે સિદ્ધાર્થ શુક્લા સાથે સીરિયલ ‘દિલ સે દિલ તક’માં જોવા મળી હતી. પોતાના અભિનયના દમ પર દરેકના દિલ પર રાજ કરનાર રશ્મિ દેસાઈનું નામ ટૂંક સમયમાં જ ટીવીની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસની યાદીમાં સામેલ થઈ ગયું. તે બિગ બોસ 13 અને બિગ બોસ 15નો ભાગ હતી. આ સિવાય તેણે ખતરોં કે ખિલાડી 6 માં પણ ભાગ લીધો હતો.
અભિનયની દુનિયામાં 14 વર્ષથી કામ કરનાર રશ્મિ દેસાઈ આજે 5 ફ્લેટની માલિક છે. અભિનેત્રી પાસે ઘણી મોંઘી કારોનું કલેક્શન પણ છે. જેમાં 60 લાખથી 3 કરોડ રૂપિયાની મર્સિડીઝ પણ સામેલ છે. હમનાનીજ વાત કરીએ તો રશ્મિ દેસાઈ પાસે કુલ સંપત્તિ 7.12 કરોડ રૂપિયા છે. રશ્મિ દેસાઈએ ‘રાવણ’ અને ‘મીટ મિલા દે રબ્બા’ નામની સિરિયલોમાં કામ કર્યું છે જે વિવેચકો દ્વારા તેમનું નામે ખુબજ હિટ થઈ ગયું છે. દેસાઈ ભોજપુરી અને હિન્દી ફિલ્મો જેમ કે ‘સાથી સંગઠન’ અને ‘યે લમ્હે જુદાઈ કે’માં તેમના અભિનય માટે પણ જાણીતી બની ગઈ છે.