વગર દવા કે ગોળીએ કબજીયાત, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા 10થી વધુ રોગોનો 100% અસરકારક ઉપચાર છે આ…

Health

ઘઉંના લોટથી બનતી રોટલી માનવ શરીર માટે પૌષ્ટિક ખોરાક તો છે જ પરંતુ ફણગાવેલા ઘઉં ખાશો તો વજન ઉતારવા સહિત 10 બિમારીથી છુટકારો મળશે. ફકત ૭ દિવસ સુધી ફણગાવેલા ઘઉંનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. આપણા શરીર માં પ્રવર્તતા ઝેરી જીવાણુઓ તથા અન્ય દૂષિત તત્વો નો નાશ થાય છે. ફણગાવેલા ઘઉંનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે.

ફણગાવેલા ઘઉં તમારા માટે ખૂબ ફાયદાકારક છે. ફણગાવેલા ઘઉંમાથી તમને વિટામીન્સ અને પોષક તત્વો મળે છે. ફણગાવેલું અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની શારીરિક ​ક્ષમતા વધારવા માટે વિટામિન ઇ એક આવશ્યક પોષક તત્વ છે. જે લોકોને દરેક સમયે પાચન સંબંધી સમસ્યા રહે છે એમના માટે અંકુરિત ઘઉં ફાયદાકારક છે.

જંકફૂડ ખાઈને વધતું વજન ઘટાડવું ખૂબ જરૂરી બની જાય છે. જો તમે વજન ઓછુ કરવા માગો છો તો ફણગાવેલા ઘઉં ખાવાના શરૂ કરી દો. ફણગાવેલા ઘઉંમાં પૂરતી માત્રામાં ફાયબર હોય છે અને તેનાથી સારી એવી ઉર્જા પણ મળે છે. જેના કારણે વધારે ખોરાક લેવાની જરૂર નથી પડતી.

ફણગાવેલા ઘઉં ડાયાબીટીસ ના દર્દી માટે ખુબ જ ઉપયોગી છે. ફણગાવેલા ઘઉંમાં ફાયબર પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે. જે ભોજન કર્યા બાદ ગ્લુકોઝ ની પ્રક્રિયાને કામ કરવામાં મદદરૂપ છે. એટલે જો તમે ડાયાબીટીસ ની સમસ્યા થી પીડાતા હોય તો તમારા રોજીંદા આહાર માં ફણગાવેલા ઘઉં નું સેવન કરો.

બેઠાડું જીવન અને પાચનશક્તિ ઓછી હોવાને કારણે કબજિયાત ઘર કરી જાય છે.. કબજિયાત સામાન્ય રીતે ફાઈબરની ઉણપ ના કારણે થઇ શકે છે. અને ફણગાવેલા ઘઉંમાં ફાઈબર ભરપૂર પ્રમાણ માં હોય છે. જેથી ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી કબજીયાત ની સમસ્યા દૂર થાય છે.

ફણગાવેલા ઘઉંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી શરીરમાં પ્રવર્તતા ઝેરી જીવાણુઓ તથા અન્ય દૂષિત પદાર્થો નો નાશ થાય છે. ફણગાવેલા ઘઉંના દાણાને ચાવીને ખાવાથી શરીરની કોશિકાઓ શુદ્ધ રહે છે.

ફણગાવેલા ઘઉંનું રોજ સેવન કરવાથી હૃદયરોગથી પીડાથી રાહત મળે છે. ડોકટરો પણ હૃદય ને સ્વસ્થ રાખવા માટે ઘઉંનું સેવન કરવાની સલાહ આપે છે. ફણગાવેલા ઘઉંમાં પુષ્કળ પ્રમાણ માં ન્યુટ્રીશન્સનો સમાવેશ થાય છે.

ઘઉંને બરાબર સાફ કરીને ૧૦-૧૨ કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખો. પછી ઘઉંને એક સ્વચ્છ સુતરાઉ કપડામાં બાંધીને એક ડબ્બામાં મૂકો. જ્યારે અંકુરિત થવા લાગે ત્યારે તેનું સેવન કરી લો.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.