વર્ષ 2021 ના અંત માં રિલીઝ થઈ દક્ષિણ ભારતની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા. આ ફિલ્મને માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ દેશભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવી. ફિલ્મની સાથે તેના ગીત અને ડાયલોગ અને ડાન્સ સ્ટેપ પણ ચર્ચામાં રહ્યા હતા. આ ફિલ્મથી સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પ્રખ્યાતિ વધી ગઈ. સાથે જ દક્ષિણ ભારતીય ફિલ્મોની પ્રખ્યાત અને સુંદર અદાકારા રશ્મિકા મંદાના પણ લોકપ્રિય થઈ ગઈ.
રશ્મિકા છેલ્લા છ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. તેણે ઘણી ફિલ્મો હિટ આપી છે પરંતુ પુષ્પા ના કારણે તેમણે અલગ જ મુકામ હાંસલ કરી લીધું. ફિલ્મ પુષ્પમાં અલ્લુ અર્જુન ને પુષ્પા નું પાત્ર ભજવ્યું હતું જ્યારે રશ્મિકા ના પાત્રનું નામ ફિલ્મમાં શ્રીવલ્લી હતું.
તેનું પાત્ર ગામની એક સીધીસાદી યુવતીનું હતું આ પાત્રમાં લોકોએ તેને ખૂબ પસંદ કરી. જણાવી દઈએ કે રશ્મિકા ના ફેન્સ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તેની અદાકારી સાથે સુંદરતાના પણ કાયલ છે. તે ગજબની સુંદર છે એટલા માટે જ તેને નેશનલ ક્રશ નું ટેગ મળ્યું છે.
રશ્મિકા પોતાની અદાકારી ની સાથે ફેન્સની વચ્ચે સુંદરતા અને લુકસના કારણે પણ ચર્ચામાં રહે છે. ફિલ્મ પુષ્પા પછી રશ્મિકા દક્ષિણ ભારતીય સિનેમા પુરતી મર્યાદિત નથી રહી. બોલિવૂડમાં પણ તેને ઓફર મળવા લાગી છે અને દેશભરમાં તે લોકપ્રિય થઈ ગઈ છે.
રશ્મિકા ની તસવીર સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ વાયરલ થઈ જાય છે. કારણ કે ફેન્સ તેને ખૂબ જ પસંદ કરે છે. રશ્મિકા ની ઇન્સ્ટા પર પણ જોરદાર છે. અહીં તેને ત્રણ કરોડથી વધુ લોકો ફોલો કરે છે. જ્યારે પણ તે સુંદર તસવીર પોસ્ટ કરે છે કે ફેન્સના દિલ ઘાયલ થઈ જાય છે. તાજેતરમાં જ તેની એક તસવીર પરથી તેના ટેટુ ની ચર્ચા શરૂ થઈ છે.
રશ્મિકા એ પોતાના હાથ ઉપર એક ટેટૂ કરાવ્યું છે જેના ઉપર તેને કંઈક લખાવ્યું છે. રશ્મિકા એ પોતાના હાથ ઉપર શું લખાવ્યું છે છે તે જાણવા ફેન્સ આતુર થયા છે. તાજેતરમાં જ જ્યારે તે સોશિયલ મીડિયા પર લાઈવ હતી ત્યારે તેને ટેટુ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતા અભિનેત્રી એ કહ્યું હતું કે તેણે તેના જમણા હાથ પર irreplaceable એટલે કે અપૂર્ણીય શબ્દ લખાવ્યો છે.
રશ્મિકા 25 વર્ષની છે. તેનો જન્મ 5 એપ્રિલ 1996માં કર્ણાટકના વિરજપેટમાં થયો હતો. જ્યારે તે 19 વર્ષની હતી ત્યારથી ફિલ્મી દુનિયામાં તેણે એન્ટ્રી કરી લીધી હતી. તેની પહેલી ફિલ્મ કિરીક પાર્ટી હતી જે હિટ સાબિત થઈ હતી. ત્યાર પછી તેણે ગીતા ગોવિંદમ, ડિયર કોમરેડ, ચલો, દેવદાસ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે તાજેતરમાં આવેલી ફિલ્મ પુષ્પા તેના કરિયરની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ છે.
આ ફિલ્મ પછી રશ્મિકા હિન્દી સિનેમામાં પણ એન્ટ્રી કરવા તૈયાર છે બોલિવૂડમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી રહી છે આ ફિલ્મનું નામ મિશન મજનું છે અને આ ફિલ્મ આ વર્ષમાં રિલીઝ થવાની છે. આ સિવાય સિદ્ધાર્થ સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યા બાદ રશ્મિકા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ગુડબાય માં પણ જોવા મળશે.
હાલમાં તે બીગ બી સાથે શૂટિંગ કરી રહી છે અને ઋષિકેશમાં વ્યસ્ત છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો પણ શેર કરવામાં આવી હતી જે વાયરલ થઇ રહી છે. રશ્મિકા એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર થી તસવીરો શેર કરી હતી જેમાં ઋષિકેશના અમિતાભ બચ્ચન સાથે ના શૂટિંગ ના કેટલાક ભાગને દેખાડવામાં આવ્યા.