એસ.એસ.રાજામૌલી આ સમયે ભારતના સૌથી મોટા ડાયરેક્ટર બની ગયા છે. દરેક વ્યક્તિ આતુરતાથી તેમની ફિલ્મની રાહ જોઇ રહ્યો હોય છે. એસ.એસ.રાજામૌલીની આગામી ફિલ્મ ‘આરઆરઆર’ (RRR) ને લઈને લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહયો છે. લોકો આ ફિલ્મ સાથે જોડાયેલા દરેક સમાચારો પર નજર રાખે છે. એસ.એસ. રાજામૌલી એ જ વ્યક્તિ છે જેમણે પ્રભાસને લઈને બાહુબલી ફિલ્મ બનાવી હતી. તેથી જ લોકોમાં તેમની ફિલ્મને લઈને બેચેની વધે એ સામાન્ય વાત છે.
આ વચ્ચે ફિલ્મને લઈને એક મોટી જાણકારી સામે આવી છે. આ ફિલ્મે તેની રીલીઝ પહેલા જ બાહુબલી ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આલિયા ભટ્ટ અને રામ ચરણ અભિનીત આરઆરઆર ફિલ્મે તેની રિલીઝ પહેલાજ 900 કરોડ રૂપિયા કમાઈ લીધા છે, આવી કમાણી કરનારી પહેલી ફિલ્મ હતી બાહુબલી પણ તેની કમાણી આટલી બધી ન હતી. ફિલ્મના નિર્માતા એજ આ માહિતી આપી છે કે આ ફિલ્મના હિન્દી અધિકારોની ડીલ 140 કરોડમાં નક્કી કરવામાં આવી છે.
અને બીજા એક અહેવાલનું માનીએ તો ફિલ્મના વિશ્વવ્યાપી અધિકાર 570 કરોડ રૂપિયામાં વેચાયા ગયા છે. આ અધિકારો માટે આંધ્રપ્રદેશના વિતરકોએ સૌથી વધુ રૂ. 170 કરોડ આપ્યા છે. આ પછી, હિંદી બેલ્ટમાંથી રૂ. 140 કરોડ, નિઝામથી 75 કરોડ, કર્ણાટકથી 45 કરોડ, કેરળથી 15 કરોડ અને વિદેશી પ્રકાશન માટે રૂ. 70 કરોડમાં તેના અધિકાર વેચાયા ગયા છે.
એટલું જ નહીં, આ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ તમામ ભાષાઓમાં 170 કરોડમાં વેચાયા છે. આરઆરઆરના સેટેલાઇટ રાઇટ્સ 130 કરોડમાં વેચાયા છે. આ સાથે ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ 20 કરોડમાં વેચાયા છે. આ રીતે, આ ફિલ્મ રિલીઝ પહેલા 900 કરોડનો બિઝનેસ કરી ચૂકી છે.
નોંધપાત્ર વાત એ છે કે આ ફિલ્મનું કુલ બજેટ ફક્ત 350 કરોડનું છે. આવી સ્થિતિમાં, ફિલ્મની રજૂઆત પહેલાં, આ રીતે આ ફિલ્મને કમાણી કરતા જોઈને તેના નિર્માતાઓ આશા રાખે છે કે આ ફિલ્મ આશરે 500 કરોડનો બિઝનેસ કરશે. આ ફિલ્મ પહેલાં આવી કમાણી અને સિદ્ધિ એસ.એસ.રાજામૌલીની પોતાની ફિલ્મ ‘બાહુબલી: ધ કન્સલ્યુશન’ દ્વારા કરવામાં આવી હતી. રિલીઝ પહેલા બાહુબલી ફિલ્મે 500 કરોડ રૂપિયા કમાઈ લીધા હતા.
હવે એસ.એસ.રાજામૌલીની ફિલ્મ આરઆરઆરએ બાહુબલીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ ફિલ્મમાં રામ ચરણ સિવાય આલિયા ભટ્ટ, જુનિયર એનટીઆર અને અજય દેવગણ જેવા ધુરંધર અભિનેતાઓ એક્શન કરતા જોવા મળશે. એવામાં અનુમાન લગાવી શકાય છે કે આ ફિલ્મ કેટલી મોટી હશે. તેથી જ પ્રેક્ષકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો દેશના કેટલાક મોટા ફિલ્મ પંડિતોની માનીએ તો આ ફિલ્મ પણ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખશે.
એ જોવું રહ્યું કે દેશના તમામ થિયેટરો ફરી એકવાર કોરોનાના કારણે બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં આ ફિલ્મની રિલીઝ પણ અન્ય ફિલ્મ્સની જેમ પાછળ ઠેલવામાં આવી છે. હવે તેના દર્શકોએ તેને જોવા માટે લાંબી રાહ જોવી પડશે.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.