જેણે પણ રાની લક્ષ્મીબાઈ નો ચેહરો જોયો છે એ કયારેય તેને ભૂલી નથી શકતો, જાણો એક અંગ્રેજ સાથે બનેલી આ ઘટના વિશે..

Spiritual

9 નવેમ્બરની તારીખ ન માત્ર ઝાંસી અને બનારસ, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ તારીખ છે. કેમ કે, આ દિવસ ઈતિહામાં મહિલા સશક્તિકરણની મિસાલ રાણી લક્ષ્મીબાઈનો જન્મ થયો હતો. જેમની વીરતાના કિસ્સા ભારતીયોના દિલમાં જ નહિ, અંગ્રેજોના પુસ્તકોમાં પણ લખાયેલા છે. ક્વીન ઓફ ઝાંસીનું રિયલ નામ મણિકર્ણિકા હતું. 18 વર્ષની ઉંમરમાં વિધવા થયેલ રાણીએ જે રીતે હિંમત અને સાહસ બતાવ્યું, તે મહિલાઓના દરેક કાળમાં સબક તરીકે છે.

1857 ની ક્રાંતિના નાયકોમાં સામેલ રાણી લક્ષ્મીબાઈનું યુદ્ધ કૌશલ એટલુ જબરદસ્ત હતું. તેવી જ તેમની સુંદરતા હતા. જોકે, તેમને જોવાનું સૌભાગ્ય દરેક કોઈને નસીબ ન હતું. ખાસ કરીન તેમના સૌથી મોટા દુશ્મન અંગ્રેજોને ક્યારેય તેમનો ચહેરો જોવા મળ્યો ન હતો. ન તો યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થયા બાદ તેઓને માત્ર રાણી લક્ષ્મીબાઈનું શરીર જ મળ્યું હતું. તેમ છતાં એક અંગ્રેજ એવા હતા, જેઓને રાણી લક્ષ્મીબાઈએ ખુદ બોલાવ્યા અને તેને માત્ર આ એક અંગ્રેજ લક્ષ્મીબાઈને જોઈ શક્યા હતા.

જ્યારે અંગ્રેજોએ ઝાંસીના રાજાના મોત બાદ ડોક્ટ્રિન ઓફ લૈપ્સને માનવાનો ઈનકાર કર્યો હતો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ તે સમયે બહુ જ ફેમસ ઓસ્ટ્રેલિયન વકીલ જ્હોનો લેંગની મદદ લીધી હતી. તેઓએ જ્હોન લેંગને આગ્રાથી બોલાવ્યા હતા અન તે સમયે પોતાનો કેસ લડવા માટે નિયુક્ત કર્યા હતા. આ દરમિયાન જ્હોન લેંગે ધોખાથી રાણીનો ચહેરો જોઈ લીધો હતો. તેઓએ પોતાના પુસ્તક વન્ડરિંગ ઓફ ઈન્ડિયામાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

અંગ્રેજો તરફથી કેપ્ટન રોડ્રિક બ્રિગ્સ પહેલા શખ્સ હતા, જેણે રાણી લક્ષ્મીબાઈને પોતાની આંખોથી લડાઈના મેદાનમાં લડતા જોયા હતા. તે સમયે રાણી લક્ષ્મીબાઈએ ઘોડાની રસી પોતાના દાંતમાં દબાવી હતી. તેઓ બંને હાથથી તલવાર ચલાવી રહ્યા હતા અને એકસાથે બંને તરફથી દુશ્મન પર વાર કરી રહ્યા હતા. જ્હોન હેનરી સિલ્વેસ્ટરે પોતાના પુસ્તક રિકલેક્શન ઓફ ધ કેમ્પેઈન ઈન માલવા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયામાં લખ્યું કે, અચાનક રાણી જોરથી બરાડ્યા હતા કે મારી પાછળ આવો. તેઓ લડાઈના મેદાનમાં એટલી તેજીથી હટી ગયા કે, અંગ્રેજ સૈનિકો પણ તે સમજી શકવામાં અસક્ષમ બન્યા હતા. જેથી રોડ્રિકે પોતાના સાથીઓને બરાડા પાડીને કહ્યું કે, ધેટ્સ ધ રાની ઓફ ઝાંસી.

જ્હોન લેંગે રાણીના વખાણ કરતા લખ્યું હતું કે, જો ગર્વનર જરનલ પણ તેઓને જોવાનું સૌભાગ્ય મેળવી શક્યા હોત તો હું વિશ્વાસની સાથે કહું છુ કે તેઓ એટલી સુંદર હતા કે, રાણીને ઝાંસી પરત આપી દેત. તે સમયે રાણી લક્ષ્મીબાઈએ બહુ જ સાદગીથી જ્હોન લેંગના કોમ્પ્લીમેન્ટ્સ સ્વીકાર્યા હતા. જ્હોન લેંગે વધુ લખ્યું છે કે, તેઓ સામાન્ય કદકાઢી ધરાવતા હતા. તેમનો ચહેરો ગોળ હતો. આંખો બહુ જ સુંદર હતી અને નાક નાનું હતું. રંગ ન તો ગોરો હતો, ન તો સાંવળો હતો. તેઓએ સફેદ મલમલની સાડી પહેરી હતી અને શરીર પર સોનાની બુટ્ટી ઉપરાંત બીજા કોઈ દાગીના પહેર્યા ન હતા. તેઓ આકર્ષક હીત, પરંતુ તેમનો અવાજ કડક હતો.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *