પતિ પત્ની અને વોનો અજીબ કિસ્સો: કાર મળે તે માટે કર્યા લગ્ન, પત્ની લગ્ન બાદ બહેનપણીના ઘરે ચાલી ગઈ.

Life Style

સોશિયલ મીડિયાની અંદર પતિ પત્ની અને વોના કિસ્સાઓ હાલ ખુબ જ ચર્ચામાં આવે છે, જેમાં ઘણા કિસ્સાઓમાં દુઃખદ પરિણામ પણ આવતા જોવા મળે છે, પરંતુ હાલ અમે તમને એક એવો કિસ્સો જણાવીએ છીએ જે ખરેખર ચોંકાવનારો છે. એક મહિલાએ લગ્નના થોડા સમય બાદ જ પોતાના પતિને છોડીને પોતાની એક બહેનપણીના ઘરે રહેવા જવાનો નિર્ણય કર્યો, અને વર્ષો સુધી તે તેની બહેનપણીના ઘરે જ રોકાઈ ગઈ, એટલું જ નહીં, હાલ તેને એક દીકરો પણ તેની બહેનપણીના પતિ દ્વારા છે અને તે તેની બહેનપણી અને તેના પતિ સાથે ત્રણેય જન ખુબ જ ખુશીથી રહે.

અમેરિકાના ઇન્ડિયાનપોલિસમાં રહેવા વાળા સની અને સ્પીતીએ વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. સનીનો જન્મ પંજાબમાં થયો અને તે આઠ વર્ષની ઉંમરમાં જ ન્યુયોર્ક આવી ગયો હતો. તેના થોડા વર્ષો બાદ તે જ્યારે ભારત આવ્યો ત્યારે તેની મુલાકાત સ્પીતી સાથે થઇ અને બંનેએ થોડા સમય બાદ લગ્ન કરી લેવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન જ સ્પીતી અને તેનો પતિ બંને સ્પીતીની એક બહેનપણીના એરેન્જ મેરેજમાં સામેલ થવા માટે ગયા હતા. જ્યાં સ્પીતિની બહેનપણી પીદદુ કૌરના લગ્ન હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ જ કૌર સ્પીતિના ઘરે રહેવા માટે આવી ગઈ હતી.

કૌરના લગ્ન પરિવારની મરજી મુજબ થઇ હતી. કૌરના પતિએ પણ એટલા માટે લગ્ન કર્યા હતા કે તેના પરિવાર તરફથી તેને કહેવામાં આવ્યું હતું કે લગ્ન બાદ તેને બ્રાન્ડ ન્યુ કાર આપવામાં આવશે. પરંતુ લગ્ન બાદ કૌર તેના પતિ સાથે ખુશ ના રહી શકી અને તેને પોતાની મિત્ર સ્પીતિના ઘરે જવાનો નિર્ણય કર્યો. તે પોતાના પતિના ઘરે કેલિફોર્નિયાથી નીકળી સની અને સ્પીતી પાસે રહેવા માટે ન્યુયોર્ક ચાલી ગઈ.

કૌરના લાંબો સમય સુધી રહેવાના કારણે સ્પીતિને પણ એવું લાગ્યું કે ક્યાંક તેનો પતિ તેની મિત્ર સાથે મળી અને તેને છોડી ના દે. સ્પીતિની આ ઈનસિક્યોરિટીના કારણે ત્રણેય લોકોએ કેટલાક નિયમ બનાવ્યા હતા. આ નિયમ અંતર્ગત ત્રણેય વચ્ચે કોઈપણ જાતના સિક્રેટ્સ નહીં રહે અને ડેટ નાઈટ્સ માટે અલગ અલગ બે લોકો નહીં જાય. સ્પીતિએ જણાવ્યું હતું કે જ્યારે કૌર અમારી લાઈફમાં આવી તે સમયે તે છૂટાછેડાના સમયમાંથી પસાર થઇ રહી હતી. અમે એકબીજાને સાંભળતા હતા. એકબીજા સાથે ઈમોશનલ થતા હતા અને એકબીજા સાથે ડાન્સ પણ કરતા હતા. આ આકર્ષણ ફક્ત ઈમોશનલ નહોતું, અને સની પણ આ નિર્ણયથી ખુશ હતો.

જ્યારે કૌર સ્પીતિના ઘરે આવી ત્યારે સ્પીતિને બે દીકરીઓ હતી જેની ઉંમર 16 અને 15 વર્ષ છે. કૌરના આવ્યા બાદ સ્પીતિએ પોતાની ત્રીજી દીકરીને પણ જન્મ આપ્યો છે. જે હવે 9 વર્ષની થઇ ચુકી છે. તો બીજી તરફ સ્પીતિના પતિ અને કૌરના સંબંધોથી કૌરને એક દીકરો પણ છે જેની ઉંમર 4 વર્ષ છે. આ ત્રણેય લોકો પોતાના પરિવાર સાથે મળી અને આજે ખુશીથી જીવન વિતાવી રહ્યા છે.

જો કે આ પરિવાર મૂળ ભારતીય હોવાના કારણે તેમના કેટલાક સંબંધીઓ આ સંબંધથી ખુશ નથી, અને કેટલાક સ્વીકારવા પણ તૈયાર નથી, છતાં પણ ત્રણેય એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે અને આજે પણ સાથે જ રહે છે.

Leave a Reply

Your email address will not be published.