લો ગ્રેજ્યુએટ છોકરીએ ઉજ્જડ જમીનમાં કરી સ્ટ્રોબેરીની ખેતી, 3 મહિનામાં થઇ લાખોની કમાણી, પી.એમ.મોદીએ પણ કર્યા વખાણ

Story

યુપીના ઝાંસીની રહેવાસી ગુરલીન ચાવલા સ્ટ્રોબેરી ગર્લ તરીકે પોતાની ઓળખ બનાવી ચુકી છે. તેમણે બુંદેલખંડની ઉજ્જડ જમીન પર સ્ટ્રોબેરીની ખેતી કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો.

23 વર્ષીય ગુરલીન લો ગ્રેજ્યુએટ છે. આ વર્ષે પૂણેમાં અભ્યાસ પૂરો કર્યો છે. તે લોકડાઉનમાં ઘરે આવી હતી. પોતાના ફાજલ સમયમાં, તેમણે વિચાર્યું કે કંઈક નવું કરવું જોઈએ. તેણીને ગાર્ડનિંગનો શોખ હતો, તેણે ઘરે સ્ટ્રોબેરીના છોડ રોપ્યા. થોડા દિવસો પછી તેણે ફળ આપવાનું શરૂ કર્યું, જે ખૂબ સ્વાદિષ્ટ હતા.

ગુરર્લીન કહે છે કે તે સ્ટ્રોબેરીની ખેતી ઓનલાઇન શીખી હતી. તેના પ્રયત્નો જોઈને તેના પિતાએ તેમને સહકાર આપ્યો. તેમની ચાર એકર જમીન જે એમજ પડી હતી અને એ જમીનમાં કોઈ પણ પાક ઉગાડવામાં આવ્યો ન હતો.

ઓક્ટોબરમાં ખેતીની શરૂઆત કરી

તેણે ઓક્ટોબરમાં બજારમાંથી 20 હજાર સ્ટ્રોબેરીના રોપા ખરીદ્યા અને 1.5 એકર જમીનમાં રોપ્યા. તે ડિસેમ્બરમાં તેનો પાક આવતા વેચાણ માટે તૈયાર હતો. તેમણે ફળો માટે લોકલ બજારમાં વેપારીઓનો સંપર્ક કર્યો. હવે તે બધાં સ્ટ્રોબેરીના ફળ લોકલ બજારમાં વેચી રહી છે.

વેબસાઇટ પણ બનાવી લીધી.

તેણે ઝાંસી ઓર્ગેનિકસ નામની વેબસાઇટ પણ બનાવી લીધી છે. અહીંથી લોકો ઓનલાઇન ઓર્ડર આપી શકે છે. ગુર્લીન સ્ટ્રોબેરીની સાથે શાકભાજી પણ ઉગાડતી હોય છે. તે 7 એકર જમીનમાં ખેતી કરે છે. ફાર્મમાં દરરોજ 70 કિલો સ્ટ્રોબેરી નું પ્રોડક્શન થઇ રહ્યું છે. જે દરરોજ 30 હજાર રૂપિયા વેચાય જાય છે.

યુપીના સીએમ આદિત્યનાથે તેમને ઝાંસીમાં યોજાયેલા સ્ટ્રોબેરી ફેસ્ટિવલની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. ત્યાં, તેના ઉત્પાદનને વેચવાની સાથે, તે સ્ટ્રોબેરીની ખેતી માટે લોકોને તાલીમ પણ આપશે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમના કામની પ્રશંસા કરી છે.

Leave a Reply

Your email address will not be published.