સબ-ઇન્સ્પેક્ટર ની પત્નીએ સુસાઈડ નોટ લખીને ટૂંકાવ્યું પોતાનું જીવન , સુસાઇડ નોટમાં લખ્યું હતું કે “ભગવાન તમને બધાને સજા…”

Story

દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી સોસાયટીની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સબ-ઇન્સ્પેક્ટર(CISF) ની પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પરિણીત મહિલા તેના રૂમમાં દોરડાથી લટકતી હાલતમાં મળી આવી હતી. આ દ્રશ્યો જોઈને પરિવારના લોકોના પગ નીચેથી જમીને સરકી ગઈ હતી.

મૃત્યુ પામેલી મહિલાએ સુસાઇડ જેવું મોટું પગલું ભરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે સુસાઇડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. આ ઘટના જયપુરમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ શિવાની હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી.

કહેવામાં આવી રહ્યું છે કે સાસરીયાઓના ત્રાસથી કંટાળીને શિવાનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું છે. મૃત્યુ પહેલા તેને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “આટલી બધી પરેશાન કરી છતાં પણ તે લોકોને શાંતિ ન મળી, તેથી દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું. હું સુસાઇડ કરી રહી છું. ભગવાન આ લોકોને સજા જરૂર આપજો”.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી દીકરીના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર 7 માર્ચના રોજ હોળીના દિવસે શિવાની પોતાના પિયરમાં હતી. પરિવારના સભ્યો હોળીની તૈયારીમાં વ્યસ્ત હતા. આ દરમિયાન સાંજના ચાર વાગ્યાની આસપાસ સિવાય તેના રૂમમાં ગળા થશો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું.

લાંબા સમય સુધી શિવાની રૂમમાંથી બહાર ન આવી તેથી પરિવારના લોકો તેને બોલાવવા માટે ગયા હતા. પરંતુ શિવાની એ કાંઈ જવાબ આપ્યો નહીં અને રૂમનો દરવાજો પણ બંધ હતો. દરવાજો ખખડાવ્યો છતાં પણ શિવાની એ જવાબ આપ્યો નહીં તેથી પરિવારના લોકોએ રૂમનો દરવાજો તોડ્યો હતો. ત્યારે રૂમની અંદરથી શિવાનીનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.

ત્યારબાદ પરિવારના લોકો દીકરીને નીચે ઉતારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાને લઈને શિવાનીના પાડોશીઓએ જણાવ્યું કે, શિવાની એ તેના મિત્રો સાથે ધુળેટી રમી હતી. આ દરમિયાન તે ખૂબ જ ખુશ હતી. જાણવા મળી રહ્યું છે કે બપોરના સમયે શિવાનીના પિતા અને તેના સાસરિયાઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.

આ દરમિયાન મોબાઇલ સ્પીકર પર હતો અને શિવાની બધી વાત સાંભળતી હતી અને પછી શિવાનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. શિવાનીના લગ્ન ડિસેમ્બર 2021માં પ્રસનજીત નામના યુવક સાથે થયા હતા. પ્રસનજીત પુનેશ્વરમાં CISFમાં SI તરીકે નોકરી કરે છે.

લગ્ન વખતે શિવાનીના પિતાએ કાર-રોકડા થી માંડીને ઘણું બધું દહેજ આપ્યું હતું. તેમ છતાં પણ લગ્નના થોડાક દિવસો બાદ સાસરીયાઓ દહેજ માટે દીકરીને હેરાન કરવા લાગ્યા હતા. તમામ લોકો ભેગા મળીને શિવાનીને ખૂબ જ ત્રાસ આપતા હતા. જેના કારણે શિવાની માનસિક રીતે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને અંતે તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *