એક સામાન્ય લિફ્ટમેન કેવી રીતે બની ગયો દુનિયાની સહુથી મોંઘી બ્રાંડનો માલિક…

Story

લક્ઝરી ફેશન બ્રાંડ ગૂચીનું નામ લગભગ તમામ લોકોએ સાંભળ્યું હશે. પરંતું, ઘણા ઓછા લોકો જાણે છે ગૂચીના ફાઉન્ડર ગુસિયો ગૂચી લંડનના પોશ હોટેલ ‘થ સેવૉય’માં લિફ્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા. એ વાત અલગ છે કે આજે તેમની કંપનીનો ટેગ જે પણ વસ્તુ પર લાગે છે તેની કિંમત વધી જાય છે. આખરે કેવી રીત તે એ મુકામે પહોંચ્યા ચાલો જાણીએ.

લંડનની સેવૉય હોટલમાં મર્લિન મુનરો, વિંસ્ટલ ચર્ચિલ જેવા પૈસાદાર વ્યક્તિઓ આવતા હતા. કહેવામાં આવે છે કે ગુસિયો ગૂચી આ સેલેબ્રિટીના ડ્રેસ અપને નોટીસ કરતા. અને ત્યારથી જ તેમણે બ્રાંડ શરૂ કરવાનો નિર્ણય લીધો.

1921માં ઈટ્લીના ફ્લોરેંસ શરેહરમાં ગૂચી બ્રાંડની શરૂઆત થઈ. ગૂચીના પ્રોડક્ટ મોટેભાગે ઈગ્લેન્ડના ફેશનથી પ્રભાવિત હતી. ગૂચીએ લેધર બેગથી પોતાના પ્રોડક્ટની બનાવવાની શરૂઆત કરી હતી, જે તે સમયના લોકોને ખૂબ પસંદ આવી હતી.

ગૂચીએ પોતાના બિઝનેશમાં પરેશાનિયોનો પણ સામનો કર્યો છે. 1940માં ઈટલીમાં તાનાશાહ મુસોલિનીનો રાજ હતો. તે સમયે ઈટલીમાં લેધર હાંસલ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. જેના કારણે ગૂચીની ઘણી બધી પ્રોડક્ટ સિલ્કની બનાવવામાં આવતી હતી.

1953માં ગુસિયો ગૂચીનું મૃત્યુ થયું. અને તેમના પુત્રએ તેમનો બિઝનેશ આગળ ધપાવ્યો. તેમના પુત્રએ હોલીવૂડના સેલેબ્રિટી વચ્ચે ગૂચી બ્રાંડ લોકપ્રિય બનાવી. અને ધીમે-ધીમે ગૂચીની જીનિયસ જીન્સે ગીનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું. 1990ના દાયકામાં જીનિયસ જીન્સ સૌથી મોંઘી જીન્સ હતી. જેના પગલે ગૂચીનું ગીનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવ્યું હતું.

1980ના દાયકામાં ગૂચી પરિવારમાં ઝઘડો થયો હતો અને તેની અસર તેમના ધંધા પર પણ પડી હતી. એક સમય હતો જ્યારે આ પ્રખ્યાત બ્રાંડ નાદારીની ધાર પર હતી. જોકે વર્ષ 1994માં ટોમ ફોર્ડને ગુચીનો ક્રિએટિવ ડિરેક્ટર બનાવવામાં આવ્યા. ત્યારબાદ આ બ્રાંડની પરિસ્થિતિ બદલાઈ ગઈ.

આજે, વિશ્વના ઘણા સેલેબ્સ આ બ્રાંડના દિવાના છે. જેમાં ઘણા ભારતીય સુપરસ્ટાર્સનો પણ સમાવેશ થાય છે. પ્રખ્યાત રેપર 2 ચેન્જે તો એમ પણ કહ્યું હતું કે, ‘જ્યારે પણ હું મરીશ, મારી ઈચ્છા છે કે મને કોઈ ગુચી સ્ટોરમાં દફનાવવામાં આવે.’

ગૂચી વિશ્વની સૌથી મોટી લક્ઝરી બ્રાંડમાં શામેલ છે. ગુચીના બેલ્ટ સ્ટુઅર્ટ હ્યુજીસની કિંમત 2 લાખ ડોલર એટલે કે આશરે 1.5 કરોડ રૂપિયા છે. આ પટ્ટામાં 30 કેરેટના હીરા લગાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.