ઉનાળો શરૂ થતા જ રોડ પર શેરડીના રસ વેચતા લોકો નજરે પડે છે અને તેમને જોઈને આપણને પણ રસ પીવાની ઇચ્છા થાય છે. ભર બપોરે ઠંડો અને તાજો શેરડીનો રસ પીવાની મજા જ અલગ છે. ઉનાળામાં શેરડી રસ પીતા લોકો નજરે પડતા હોય છે. શેરડીનો રસ પીવાથી શરીરમાં એનર્જી તો રહે છે પણ તેની સાથે તેના ઘણા બધા ફાયદાઓ પણ છે.
શેરડીના રસમાં ઘણા પોષકતત્વો રહેલા હોય છે. આ સિવાય શેરડીમાં કેન્સર સામે લડવાના ગુણો પણ રહેલા હોય છે. કેન્સર જ નહી પણ શરીરમાં થયેલી પથરી કાઢવામાં પણ શેરડીનો રસ અસરકારક સાબિત થાય છે. શેરડીના રસમાં કેન્સર વિરોધી ગુણો હોય છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ થતો અટકી જાય છે. જેના લીધે કેન્સરના જોખમથી બચી શકાય છે.
શેરડીના રસ પીવાના જાણો ફાયદા
1) શેરડીનો રસ પથરી કાઢવામાં મદદરૂપ થાય છે. ડોક્ટરો પણ પથરીના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપતા હોય છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણે ધીમે-ધીમે પથરી ઓગળી જતી હોય છે અને મૂત્રમાર્ગે નીકળી જાય છે.
2) જો વ્યકિત વારંવાર બિમાર પડી જાય છે તો સમજી લો કે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. આવા લોકોએ શેરડીનો રસ પીવો જોઇએ. એક રિસર્ચ અનુસાર, શેરડીના રસમાં રોગપ્રતિકારક શક્તિ વધવાનો ગુણ રહેલો છે. જેનાથી તમે બિમારીઓથી બચી શકો છો.
3) શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલુ છે. જો તમે હાડકા મજબૂત બનાવવા માગતો હોવ અને તમે ખુબજ શારીરિક મહેનત કરતા હોવ તો તમારા માટે શેરડીનો રસ ફાયદારૂપ સાબિત થશે. રોજ જોગિંગ પછી એક ગ્લાસ શેરડીનો રસ પીવો જોઇએ.
4) આર્યુવેદમાં જણાવવામા આવ્યુ છે કે, શેરડીના રસથી કબજિયાતમાં ફાયદો થાય છે. તેમાં ક્ષારીય ગુણ હોય છે જેનો અર્થ છે કે, એસિડિટી અને પેટમાં થતી બળતરાની સારવાર માટે પણ ખુબજ અસરકારક છે.
5) એનિમિયાને લોહીની ઉણપ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનિમિયામાં લાલ રક્તકણોની સંખ્યા ઓછી થઈ જાય છે. જો કે, એનિમિયા શરીરમાં આયર્નની પૂર્તિ કરીને દૂર કરી શકાય છે. લોહતત્વ શેરડીના રસમાં પૂરતા પ્રમાણમાં છે. એટલે જ શેરડીનો રસ પીવાથી એનિમિયાના ખતરાથી બચી શકાય છે.
6) શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલું છે. જો તમે હાડકાં મજબૂત બનાવવા માગતા હોવો તો શેરડીનો રસ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
7) શેરડીનો રસ યૂરિનર ટ્રેક્ટર ઈન્ફેક્શનમાં પણ આરામ અપાવે છે. શેરડીના રસમાં ડ્યુરેટિક ગુણ રહેલો છે. જે લોકો યૂરિનમાં ઈન્ફેક્શન કે બળતરાથી પરેશાન હોય તેમણે શેરડીનો રસ પીવો જોઈએ.
8) શેરડી કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, પોટેશિયમ અને બીજા જરૂરી પોષકતત્વોથી સમુદ્ઘ હોય છે. એક ગ્લાસ શેરડીનો રસ એનર્જી લેવલ વધારે છે. તે શરીરમાં પ્લાઝ્મા અને તરલ પદાર્થો બનાવે છે.