બોલિવૂડના હીમેન એટલે કે ધર્મેન્દ્રના પૌત્ર કરન દેઓલે લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ દ્રિશા સાથે છાનામાના સગાઈ કરી લીધી છે. દ્રિશા રોય સ્વર્ગીય ફિલ્મમેકર બિમલ રોયની પૌત્રી છે. દ્રિશા તથા કરન લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે. બંને પ્રાઇવેટ ઇવેન્ટ્સમાં ઘણીવાર સાથે જોવા મળ્યા છે. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધો અંગે ક્યારેય ખુલ્લીને વાત કરી નહોતી.
દાદાને કારણે લગ્નની તૈયારીઓ શરૂ:
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, દાદા ધર્મેન્દ્રની તબિયત ખરાબ થવાને કારણે કરન તથા દ્રિશાની સગાઈ જલ્દી કરાવવામાં આવી હતી. હવે બંનેના લગ્નની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચર્ચા છે કે કપલ ટૂંક સમયમાં જ લગ્નની તારીખ જાહેર કરશે.
ધર્મેન્દ્રને શું થયું હતું:
ધર્મેન્દ્ર ફેમિલી ડ્રામા ફિલ્મ ‘અપને 2’ના શૂટિંગ દરમિયાન બીમાર પડ્યા હતા. તેમને ICUમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ધર્મેન્દ્રે વીડિયો શૅર કરતાં કહ્યું હતું, ‘મિત્રો મારા માટે કંઈ વધુ ના કરશો. હું કરી ચૂક્યો છું. મારી પીઠના એક મસલ્સ પુલને કારણે ઘણું જ સહન કરવું પડ્યું હતું. આથી જ મારે હોસ્પિટલમાં જવું પડ્યું. બે-ચાર દિવસ મારા માટે મુશ્કેલભર્યા રહ્યાં, પરંતુ હું તમારી દુઆને કારણે ફરી એકવાર ઘરે આવી ગયો છું. તમે ચિંતા ના કરો. હું મારા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખીશ. તમને અઢળક પ્રેમ.’
Friends, i have learnt the lesson 🙏 pic.twitter.com/F6u8mtnTUl
— Dharmendra Deol (@aapkadharam) May 1, 2022
સની દેઓલનો મોટો દીકરો:
કરન દેઓલનો જન્મ 1990માં થયો હતો. તેણે બોલિવૂડ ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી નહોતી. ત્યારબાદ કરન ‘વેલ્લે’માં જોવા મળ્યો હતો. હવે કરન ‘અપને 2’માં કામ કરી રહ્યો છે. કરનને નાનો ભાઈ રાજવીર છે.