ગામની વાત કરીએ ત્યારે આપણા મગજમાં નળિયા વાળા કાચા મકાનો, તળાવ, ઝાડ, છોડ, કુવાઓ આપણા મગજમાં આવવાનું શરૂ થઈ જશે. પરંતુ, એક એવું પણ ગામ છે જે ઘણા મોટા શહેરોને પાછળ રાખી દે છે, કારણ કે આ ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ છે.
આ ગામ ચીનના જિયાંગસુ પ્રાંતમાં આવેલું છે. ગામનું નામ વક્ષી છે. આ ગામનો દરેક વ્યક્તિ મુસાફરી માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. આ ગામમાં સ્થાયી થનારને વિલા અને એક કાર મફતમાં મળે છે. આ ગામને સુપર વિલેજ કહેવામાં આવે છે.
જાણવા મળતા અહેવાલ મુજબ ગામની વસ્તી લગભગ 2 હજાર છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અહીના લોકો દર વર્ષે 80 લાખથી વધુની કમાણી કરે છે. દરેક પાસે એક વૈભવી ઘર અને મોંધી કાર છે. લોકો મુસાફરી માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.
જો કોઈ બહારનો વ્યક્તિ ગામમાં સ્થાયી થાય છે, તો તેને ગામસત્તા તરફથી વિલા અને કાર મળે છે. પરંતુ, જો તમે કાયમ માટે ગામ છોડીને જઈ રહ્યા છો, તો તમારે તે બધુ પાછું આપવું પડશે.
એવું કહેવામાં આવે છે કે આ ગામને એક નેતા દ્વારા વર્ષ 1960 માં વસાવવામાં આવ્યું હતું. જો ગામના રોડ રસ્તા શ્રેષ્ઠ છે, તો ઘર એક હોટલ જેવું લાગે છે. ટેક્સીઓ અને થીમ પાર્ક પણ ગામમાં છે. એકંદરે, આ વિશ્વના શ્રેષ્ઠ ગામોમાંનું એક છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.