ગૌરવ! સુરતની આ દીકરીએ રાત-દિવસ એક કરીને ગુજકેટની પરીક્ષામાં 120માંથી 120 ગુણ મેળવી દેશભરમાં માતાપિતાનું નામ કર્યું.

News

આપણે દેશની દીકરીઓને જોતા હોઈએ છીએ જે જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતા હોય છે, અને માતાપિતાનું નામ રોશન કરતી હોય છે, આજે આપણે એક તેવી જ દીકરી વિષે વાત કરીશું. આ દીકરીએ સાયન્સમાં બારમા ધોરણની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવીને ગુજકેટની પરીક્ષામાં ૧૨૦ માંથી ૧૨૦ માર્ક્સ મેળવીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું હતું.

આ દીકરી સુરતમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલી હતી, સુરતમાં હીરા ઉધોગ સાથે જોડાયેલી આ દીકરીનું નામ વૈભવી મકવાણા હતું, વૈભવીએ ગુજકેટમાં ૧૨૦ માંથી ૧૨૦ માર્ક્સ મેળવીને આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો હતો, વૈભવીએ જણાવ્યું હતું કે હું બારમા ધોરણમાં મોડી રાત સુધી જાગીને સખત મહેનત કરતી હતી તેનું આજે આ ફળ મળ્યું છે.

વૈભવીએ તેનો અભ્યાસ વરાછા વિસ્તારની આશાદીપ શાળામાંથી પૂરો કર્યો હતો, વૈભવીએ ગુજકેટની પરીક્ષામાં ૧૨૦ માંથી ૧૨૦ ગુણ મેળવીને આખા ગુજરાત રાજ્યમાં પહેલો નંબર મેળવ્યો હતો, વૈભવીના પિતા લલિતભાઈ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા હતા, વૈભવીનું મૂળ વતન જૂનાગઢ હતું પણ તેના પિતા ઘણા વર્ષોથી સુરતમાં રોજગારી મેળવવા માટે રહેતા હતા.

આજે વૈભવીએ આખા ગુજરાતમાં પહેલો નંબર મેળવ્યો તો આખો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો, વૈભવીના પિતા લલિતભાઈએ જણાવ્યું હતું કે અમારો પરિવાર મૂળ લોહાર વ્યવસાય સાથે જોડાયેલો છે પણ હવે વૈભવી પહેલી ડિગ્રીવાળી એન્જિનીયર બનશે.

વૈભવીની માતા રૂપલબેન પણ તેમની દીકરીની સફળતા જોઈને તેમની ખુશી રોકી જ શક્યા ન હતા. વૈભવીએ આખા ગુજરાતમાં ગુજકેટની પરીક્ષામાં પહેલો નંબર મેળવીને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.