motivation story: આ દીકરી ફાનસના અજવાળે અભ્યાસ કરીને પહેલા જ પ્રયાસે IAS અધિકારી બનીને માતા-પિતાનું નામ રોશન કર્યું.

Story

આજના સમયમાં બધા જ લોકોને ખબર છે કે અભ્યાસનું ઘણું એવું મહત્વ છે કેમ કે અભ્યાસ વગર જિંદગી માં બીજું કઈ નક્કી જ નથી. હાલમાં બધા જ યુવાનો અને યુવતીઓ સતત સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય છે અને પરીક્ષા પાસ કરીને તેમના જીવનનું લક્ષ મેળવતા હોય છે.

એવી જ રીતે જો કોઈ પરીક્ષાને સૌથી અઘરી માનવામાં આવે તો તે પરીક્ષા UPSC ની છે.આજે આપણે એક એવી જ દીકરીના જીવનના સંઘર્ષ વિષે જાણીએ, આ દીકરી મધ્યપ્રદેશની છે અને તેનું નામ સુરભી ગૌતમ છે.

સુરભીએ વર્ષ ૨૦૧૬ માં UPSC ની પરીક્ષા આપી અને ૫૦ મોં રેન્ક મેળવીને IAS અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો છે. આ દીકરી સતના જિલ્લાના સુરભી અંદારા ગામની રહેવાસી છે. સુરભીએ તેનો શાળાનો અભ્યાસ ગામમાંથી જ હિન્દી માધ્યમમાં જ કર્યો છે.

એ સમયે તેમના ગામમાં લાઈટની સૌથી વધારે તકલીફ હતી એટલે તેઓ ફાનસના અજવાળે અભ્યાસ કરતી હતી. પછી સુરભીએ હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિયેટની પરીક્ષામાં સારા માર્ક્સથી નામ મેળવ્યું હતું અને ૧૨ માં પછી એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હતો.

એ સમયે તેનું અંગ્રેજી થોડું નબળું હતું અને ભોપાલમાં ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું હતું. એન્જીનીયરીંગ પૂર્ણ કર્યા બાદ ટીસીએસમાં સિક્યોરીટીની પ્રથમ પસંદગી થઇ હતી અને તેને પહેલાથી જ IAS અધિકારી બનવું હતું એટલે તેને નોકરી પણ છોડી દીધી હતી.

અને સિવિલ સર્વિસની તૈયારી ચાલુ કરી દીધી હતી. એ સમયે તેને કેટલીય પરીક્ષાઓ આપી અને તેને પાસ કરી હતી જેમાં વર્ષ ૨૦૧૩ માં IES પરીક્ષા આપી અને તેને પણ પહેલા ક્રમાંકે પાસ કરી હતી પછી વર્ષ ૨૦૧૬ માં સિવિલ સર્વિસ પરીક્ષા આપી જેને ૫૦ મોં રેન્ક મેળવીને IAS અધિકારી બનીને પોતાનું જોયેલું સપનું પૂરું કર્યું તો આજે માતા પિતાને પણ દીકરી પર ગર્વ છે.

Leave a Reply

Your email address will not be published.