સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે છાશ, જાણો તેના ફાયદાઓ અને જીરા મસાલા છાશ બનાવવાની રીત..

Health Recipe

દહીં માંથી બનાવવામાં આવતી છાશને આયુર્વેદમાં એક સાત્વિક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. દરરોજ એક ગ્લાસ છાશ પીવાથી આપણા શરીરમાં થતા ઘણા રોગોને કાબૂમાં લઇ શકાય છે. તેથી આજે અમે તમને તેના કેટલાક ફાયદાઓ જણાવી રહ્યા છીએ, જેને જાણ્યા પછી તમે પણ તમારા ખોરાક સાથે છાશ પીવાનું શરૂ કરી દેશો. તો ચાલો તેના આકર્ષક ફાયદા અને તેને બનાવવાની રીત વિષે જાણીએ.

છાશ બનાવવાની સૌથી સહેલી રીત :

સામગ્રી: –

તાજું દહીં: – 2 કપ,

પાણી: – 3 કપ,

જીરું પાવડર: – 1/2 ચમચી,

જીણા કાપેલા ધાણા: – 2 ચમચી,

જીણા કાપેલા લીલા મરચા: – 1 ચમચી,

જીણું કાપેલું આદુ: – નાનું અડધું આદુ,

મીઠું: – સ્વાદ મુજબ

રીત: –

સૌ પ્રથમ એક તપેલીમાં દહીં નાખો તેમાં થોડું મીઠું નાખી તેમાં સારી રીતે બ્લેન્ડર ફેરવી દો. આ પછી આ દહીંની અંદર બીજી બધી વસ્તુઓ નાખી દો અને પાછું તેમાં બ્લેન્ડર ફેરવી દો. છેલ્લે આ મિશ્રણને કોથમીરથી ગાર્નિશ કરીને એક ગ્લાસમાં સર્વ કરો.

1) પાચનક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક છે છાશ

દરરોજ ખોરાકમાં એક ગ્લાસ છાશનો ઉપયોગ કરવાથી પેટની તમામ સમસ્યાઓથી તમને રાહત મળી શકે છે અને તેનો ઉપયોગ પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે પણ થઈ શકે છે, કારણ કે તેમાં પ્રીબાયોટિક નામના ગુણધર્મો રહેલો છે. જે શરીરમાં લેક્ટિક એસિડનું ઉત્પાદન વધારીને પાચક શક્તિને સુધારવાનું કાર્ય કરે છે અને તે આપડા આંતરડાને તમામ ચેપથી સુરક્ષિત પણ રાખે છે. જો તમે તમારા પેટની કોઈ પણ સમસ્યાથી બચવા માંગો છો, તો પછી તમારે તમારા આહારમાં છાશનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ.

2) શરીરને હાઇડ્રેટ રાખવા માટે મદદગાર છે છાશ

શરીરને સ્વસ્થ રહેવા માટે તેનું હાઈડ્રેટ રહેવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આપના શરીરને દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી મળતું રેહવું જોઈએ. ડીહાઇડ્રેશન એ ઘણી શારીરિક સમસ્યાઓ ને ઉત્પ્ન્ન કરી શકે છે, પરંતુ જો દરરોજ એક ગ્લાસ છાશ પીવામાં આવે તો આ સમસ્યાઓ દૂર થઇ શકે છે. તે ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરેલું એક અસરકારક પીણું છે, જે આપણા શરીરની પાણીની કમીને દુર કરે છે અને આપણા શરીરની ગરમી સામે તે લડવાનું કાર્ય કરે છે.

3) છાશનું સેવન એ આપણા હાડકાં માટે પણ ખૂબ જ ફાયદાકારક છે

જો અમે તમને કહીશું કે એક ગ્લાસ છાશનું સેવન એ તમારા હાડકાં માટે પણ ફાયદાકારક હોઈ શકે છે, તો તે વધારે આશ્ચર્યજનક વાત નહીં. બાળકોની સાથે સાથે વૃદ્ધ વ્યક્તિ ને પણ હાડકાં મજબૂત બનાવવા માટે વિટામિન-ડી અને કેલ્શિયમની જરૂર હોય છે. છાશમાં વિટામિન-ડી અને કેલ્શિયમ મોટા પ્રમાણમાં રહેલા હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં તેમજ તેમના વિકાસમાં ખુબજ વધારે ઉપયોગી છે.

4) બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવા માટે વધારે અસરકારક છે છાશ

બ્લડ પ્રેશરને સારી રીતે નિયંત્રિત રાખવા માટે પણ છાશનું સેવન એ ફાયદાકારક સાબિત થયું છે. છાશ એન્ટી-ઓક્સિડેન્ટ ની સાથે સાથે ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે જેના કારણે તેનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં માટે પણ થાય છે. જો તમે કોઈ બ્લડ પ્રેશર સંબંધિત દવાઓ લઈ રહ્યા છો તો પછી તમે તમારા ડોક્ટરની સલાહ લઈને તેની જગ્યાએ છાશ લઈ શકો

Leave a Reply

Your email address will not be published.