ભગવાન શિવના મોટા ભક્ત કહેવાતા અને ટી-સિરીઝના સ્થાપકનું પૂરું નામ ગુલશનકુમાર દુઆ હતું. ગુલશન કુમારનું નામ ફિલ્મ જગતની ટોચની હસ્તીઓમાં શામેલ હતું, જેમણે ટૂંક સમયમાં ખુબજ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી, જ્યાં પહોંચવું દરેકનું સ્વપ્ન હોય છે. તેમણે સંઘર્ષભર્યા જીવન પછી, પોતાની મહેનત અને સંગીત પ્રત્યે પ્રેમના કારણે એક વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો…
ગુલશન પંજાબી પરિવારમાથી આવતા હતા. ગુલશન કુમાર શરૂઆતના દિવસોમાં તેના પિતા ચંદ્ર ભાન દુઆ સાથે દિલ્હીના દરિયાગંજ માર્કેટમાં જ્યુસ શોપ ચલાવતા હતા. તે પછી, તેમણે આ કામ છોડી દીધું અને દિલ્હીમાં એક કેસેટની દુકાન ખોલી, જ્યાં તેઓ ફિલ્મી ગીતની કેસેટો સસ્તા ભાવમાં વેચતા હતા.
આ પછી, ગુલશને ઉત્તર પ્રદેશના નોઈડામાં ‘ટી સીરીઝ’ નામની એક મ્યુઝિક કંપની ખોલી. ધીરે ધીરે, ભક્તિ ગીતો અને ભજન ગીતોના કારણે તેને લોકોમાં દિલમાં સ્થાન મળ્યું. ગુલશન કુમારની કંપનીએ લગભગ 10 વર્ષમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક મજબૂત સ્થાન બનાવ્યું. વધતા જતા ધંધાને જોઇને ગુલશનને મુંબઇની ફિલ્મોમાં વહેતા નાણા અને ફિલ્મી દુનિયામાં આવવાનું યોગ્ય લાગ્યું.
આ સાથે ગુલશન કુમારે સોનુ નિગમ, અનુરાધા પૌડવાલ, કુમાર સાનુ જેવા ઘણાં ગાયકોને પણ લોંચ કર્યા. ગુલશન કુમારે પણ તેના ભાઈ કૃષ્ણ કુમાર દુઆને હિરો બનાવવા માટે બોલીવુડમાં ફિલ્મો પણ બનાવી હતી, જોકે તે હિરો બનવામાં નિષ્ફળ ગયો હતો.
ટૂંક સમયમાં ગુલશન કુમારે એવી સફળતા હાંસલ કરી હતી કે તેણે કેટલાક લોકોની નજરમાં આવવાનું શરૂ થઈ ગયું હતું અને કદાચ આ કારણે જ તેની નિર્દયતાથી તેમનો જીવ લેવામાં આવ્યો હતો. અમુક લોકોને ગમ્યું ના હતું કે એક મામૂલી જયુસ વેચનાર નાની મ્યુઝિક કંપનીથી શરૂ કરીને કેસટોના બાદશાહ કેવી રીતે બની શકે?
જ્યારે ગુલશન મુંબઈમાં પણ સફળ થવા માંડ્યો, ત્યારે 12 ઓગસ્ટ 1997 નો દિવસ તેમના જીવનનો અંતિમ દિવસ સાબિત થયો. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુલશનને પૂરો કરવા માટે શાર્પ શૂટર્સ લાવવામાં આવ્યા હતા.
ગુલશન કુમાર દરરોજ એક મંદિરમાં આરતી કરતો હતો. તે દિવસે સવારે બરાબર 10:40 વાગ્યે, તેણે મંદિરમાં પૂજા પૂરી કરી અને તે તેની કાર તરફ ચાલતો હતો, ત્યારે લાંબા વાળવાળા અજાણ્યા શખ્સ તેમની પાસે આવ્યા અને તેની સામે ઉભા રહીને જોરથી કહેવા લાગ્યો કે, “નિચે ઘણી પૂજા કરી છે. હવે પૂજા કરવા ઉપર જા. ” પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિએ બોલતાંની સાથે જ ગુલશન કુમાર પર ગો ળી ચલાવી દીધી હતી. ગો ળી સીધી તેના માથામાં લાગી.
આ પછી, ત્યાં હાજર બે અજાણ્યા લોકોએ તેની ઉપર લગભગ 16 ગો ળીઓ ચલાવી હતી અને તેના શરીરને ગો ળીઓથી વિધી નાંખ્યું હતું. આ ગુના બદલ અબ્દુલ રઉફની ધરપકડ કરવામાં આવી હતી, જોકે મ્યુઝિક ડિરેક્ટર નદીમ પણ તેના માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. 2001 માં, રઉફે પોતાનો ગુનો કબૂલ્યો અને એપ્રિલ 2002 માં આજીવન કેદની સજા મળી હતી. દરમિયાન રૌફ જેલમાંથી છટકીને બાંગ્લાદેશ ભાગી ગયો હતો.
ગુલશન કુમારના ગયા પછી તેમનો આખો પરિવાર બરબાદ થઈ ગયો હતો અને તમામ જવાબદારી તેમના પુત્ર ભૂષણ કુમાર પર આવી પડી હતી. ભૂષણ તેના પિતાએ સખત મહેનતથી ઉભો કરેલો વ્યવસાય સંભાળતો હતો અને આજે ટી-સિરીઝ ભારતની સૌથી મોટી મ્યુઝિક કંપનીઓમાંની એક છે.
તમને એ પણ જણાવી દઈએ કે વૈષ્ણો દેવીમાં ગુલશનના નામે ભંડારો પણ કરવામાં આવે છે. એટલું જ નહીં, પુત્ર ભૂષણ બોલિવૂડની અભિનેત્રી દિવ્યા ખોસલા સાથે વૈષ્ણો દેવી મંદિરમાં જ લગ્ન કર્યા. ગુલશન કુમારની એક પુત્રી તુલસી કુમાર પ્લેબેક સિંગર તરીકે કામ છે અને બીજી પુત્રી ખુશાલી કુમાર મોડેલ અને ડિઝાઇનર તરીકે કામ કરે છે.