આટલા એક્ટરોએ ના કહી ત્યારબાદ મળી દિલીપ જોશીને જેઠાલાલની ભૂમિકા, જો હા કહી હોત તો કોણ બનત જેઠાલાલ ?

Bollywood

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશનો સૌથી લોકપ્રિય શો છે અને આ શો લગભગ 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. દર અઠવાડિયે આ શો ચોક્કસપણે ટોપ 5 માં જોવા મળે છે. જો કે, આ શોના દરેક પાત્રને પ્રેક્ષકો દ્વારા ખુબજ પ્રેમ આપવામાં આવી રહ્યો છે, પરંતુ તેમાં જેઠા ચંપકલાલ ગડા પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે, દિલીપ જોશી સમક્ષ કયા અભિનેતાને આ પાત્રની ઓફર કરવામાં આવી હતી.

યોગેશ ત્રિપાઠી:- યોગેશ ત્રિપાઠીને ‘ભાભીજી ઘર પર હૈ’માં તેમની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે, તેમને જેઠાલાલની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તે ભાભીજીના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તેમણે ના પાડી હતી.

કિકુ શારદા:- કપિલ શર્મા શોમાં પોતાની ભૂમિકા બચા યાદવ માટે ફેમસ કિકુ શારદાને પણ જેઠાની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે ના પાડી હતી. જોકે કપિલના ઘણા પાત્રોમાંથી લોકોને કિકુ ખૂબ ગમે છે.

અલી અસગર:- અલી અસગર ટેલિવિઝનનો એક ખુબજ સફળ અભિનેતામાંથી એક છે અને તે કહાની ઘર ઘર કી, કુટુંબ, કોમેડી સર્કસ, કોમેડી નાઈટ્સ વિથ કપિલ માટે જાણીતો છે. જો કે, જ્યારે તેને આ પાત્રની ઓફર કરવામાં આવી હતી, ત્યારે અભિનેતાએ આ ભૂમિકા નિભાવવાથી ઇનકાર કર્યો હતો.

રાજપાલ યાદવ:- બોલીવુડમાં આપણા સૌથી સારા કોમેડિયનમાંથી એક રાજપાલ યાદવ પણ આ લિસ્ટનો એક ભાગ છે. ફિલ્મો માટે જાણીતા અભિનેતાને પ્રથમ જેઠાની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તે ટેલિવિઝન કરવા માંગતા ન હોવાથી ના પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *