ગુજરાતી ભોજન માટે પાકિસ્તાનના આ શહેરમાં લાગે છે લાઈનો, અનેક સેલિબ્રિટીઓએ માણ્યો
કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં આવેલા રાજધાની ડિલાઈટ્સ રેસ્ટોરેન્ટમાં ઓથેન્ટિક ગુજરાતી થાળી પીરસવામાં આવે છે. આ રેસ્ટોરાં મોહમ્મદ ગાંગણીએ વર્ષ 2013માં શરૂ કરી હતી. તેઓ વર્ષ 1971માં કચ્છથી પાકિસ્તાન ગયા હતા. રેસ્ટોરેન્ટના મેનેજર જેરોમ અર્નેસ્ટે જણાવ્યું હતું કે, ‘મોહમ્મદ ગાંગાણીએ ગુજરાતી રેસિપી અહીંના સ્થાનિક રસોઈયાઓને શીખવી હતી અને હવે અમે અસલ ગુજરાતી ટેસ્ટ સાથેનું ફૂડ પીરસીએ છીએ. […]
Continue Reading