આ ‘પરીવાર’ છે દેશનું સહુથી લાંબું પરીવાર, ઘરધણીની લંબાઈ છે 7 ફુટ તો દીકરી છે 6 ફુટ 4 ઈંચ…

Story

આજનો સમય દેખાડાનો છે, એટલે કે જે દેખાય છે, એજ વેચાય છે, એડવટાઈઝમેન્ટના આ યુગમાં ખાન-પાન સાથે જોડાયેલી કેટલીય વસ્તુઓ એડવટાઈઝમેન્ટના જોરે વેચાવા લાગી છે, પછી તેના ફાયદાઓ શું ? અને નુકસાન શું ? એ કોઈને જાણ નથી, છતા પણ કેટલાય વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવે છે, આજના સમયમાં આપણે કેટલીય એવી વસ્તુઓ જોઈએ છીએ જે બાળકોની હાઈટ વધારવાના નામે વેચવામાં આવી રહી છે, પણ હકીકતમાં શું તેનો કોઈ ફાયદો છે ?

તેનો ફાયદા તો લગભગ તેનો ઉપયોગ કરતા લોકો પણ ન જણાવી શકે, અને જો બે-ત્રણ દશકા પહેલાની વાત કરવામાં આવે તો બાળપણમાં હાઈટ વધારવા માટે વૃક્ષની ડાળી પકડીને લટકતા હતા, તો ક્યારેક રમતો રમતા હતા, આમ છતા એ સમયે લોકોની હાઈટ એટલી નહોતી વધતી, આ બધા પાછળ એકજ કારણ છે અને એ છે જીનેટીકલ પ્રોસેસ.

આજે જ્યારે વાત હાઈટની થઈ રહી છે તો તમને જણાવી દઈએ કે ભારતમાં એક એવો પરીવાર પણ છે જેમાં સહુથી વધુ હાઈટ ધરાવાનો રેકોર્ડ બનાવ્યો છે. જી હા પુણેનો કુલકર્ણી પરીવાર જેને ભારતનો સહુથી લાંબી હાઈટ ધરાવતો પરીવાર કહેવામાં આવે છે. કારણ કે આ પરીવારમાં દરેક સભ્યની હાઈટ ૬ ફુટ કરતા પણ વધારે છે. પછી એ ૧૫ વર્ષનું બાળક જ કેમ ન હોય.?

ભારતમાં સામાન્ય રીતે લોકોની સરેરાશ હાઈટ ૫ ફુટ સુધીની હોય છે, જ્યારે પુણેના આ કુલકર્ણી પરીવારની સરેરાશ હાઈટ ૬ ફુટ કરતા પણ વધુ છે, આ પરીવારમાં ચાર સદસ્યો છે, જેમાં માતા-પિતા અને તેમની બે દીકરીઓ, આ પરીવારની લંબાઈનો સરવાળો કરીએ તો ૨૬ ફુટ થાય છે.

પુણેમાં રહેતા આ કુલકર્ણી પરીવારના મુખ્ય સભ્ય છે શરદ કુલકર્ણી, તેમની ઉંચાઈ ૭ ફુટ ૧.૫ ઈંચ છે, જ્યારે તેમની પત્ની સંજોતની ઉંચાઈ ૬ ફુટ ૨.૬ ઈંચ છે, શરદ અને સંજોત ભારતના સહુથી વધારે ઉંચાઈ ધરાવતા દંમ્પતિનો રેકોર્ડ પણ બનાવી ચૂક્યા છે, તેમનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલુ છે.

શરદ અને સંજોત કુલકર્ણીની જેમ તેમની દીકરીઓની હાઈટ પણ ઓછી નથી, મોટી દીકરી મૃગાની હાઈટ ૬ ફુટ ૧ ઈંચ છે તો નાની દીકરીની સાન્યાની હાઈટ ૬ ફુટ ૪ ઈંચ છે. નાની દીકરી સાન્યા જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે જ તેની હાઈટ ૬ ફુટ ૪ ઈંચની થઈ ગઈ હતી અને મૃગાની હાઈટ ૧૮ વર્ષની થઈ ત્યારે ૬ ફુટ થઈ હતી.

તમને જણાવી દઈએ કે આ પરીવારના સદસ્યોની લંબાઈ એટલી વધારે છે કે હજારોની ભીડમાં અલગ દેખાય આવે છે, આ પરીવારના મુખ્ય સભ્ય એવા શરદ ક્યાંય પણ જવા માટે સાર્વજનિક પરીવહનનો ઉપયોગ ખુબજ ઓછો કરે છે, એટલા માટે એ ક્યાંક જવું હોય તો પોતાનું સ્કૂટરનો ઉપયોગ કરે છે.

એ વાત અલગ છે કે કુલકર્ણી પરીવાર પોતાની સંયુક્ત ઉંચાઈનો નવો વિશ્વ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. શરદ (પિતા) સંજીત (માતા) મૃગા અને સાન્યા (દીકરીઓ) ની સંયુક્ત ઉંચાઈ ૨૬ ફુટ છે, જોકે હાલમાં ગ્રિનીઝ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વની સહુથી ઉંચી ફેમેલીની કોઈ શ્રેણી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *