તારક મેહતાના ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું દિશા વાકાણી કે કોઈ અન્ય પણ દયાભાભી આવશે જરૂર

Bollywood

સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ આતૂરતાપૂર્વક દયા બેન એટલે કે દિશા વાકાણીની શોમાં વાપસી થવાની રાહ જોઈ રહ્યાં છે. હવે ખરેખર દયાબેન વાપસી કરશે કે નહીં, અને જો કરશે તો ક્યારે? આ બધા સવાલોના જવાબ શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ આપ્યા છે. અસિત મોદીએ કહ્યુ, સાચુ કહું તો હું પણ દિલથી ઈચ્છુ છું અને ફેન્સ પણ ઇચ્છે છે કે ઓરિજનલ દયાબેન પરત આવી જાય અને તે માટે મેં અને મારી ટીમે રાહ પણ જોઈ છે.

દયાબેન એટલે કે દિશા વાકાણીની વાપસી વિશે અસિતે કહ્યુ, તે પ્રેગનેન્ટ હતા, પછી તેમને બાળક થયુ, અમે વિચાર્યુ કે તેમનું બાળક થોડું મોટુ થઈ જાય અને તેમને મધરહુડ એન્જોય કરવા દઇએ, અને અમને તેનાથી ખાસ એટલો ફેર પડ્યો નહીં. ફેન્સ મિસ કરતા હતા પરંતુ શોને એન્જોય કરતા હતા. પરંતુ હું માનુ છું કે હવે દયાબેનની જરૂર શોમાં છે. કોવિડના સમયમાં અમે થોડા અટવાયેલા છીએ, તો હું કહીશ કે આગામી એક કે બે મહિનામાં દયાબેન પરત આવશે.

અસિતે કહ્યુ, મને પણ આશા છે કારણ કે જે પ્રેમ દયાબેન એટલે કે દિશા વાકાણીને ફેન્સે આપ્યો છે તે કોઈ બીજા કલાકારને મળવો મુશ્કેલ છે અને ખુબ નસીબવાળાને દર્શકોનો આટલો પ્રેમ મળે છે. તો મને લાગે છે કે દર્શકોના પ્રેમની દિશા કદર કરશે અને ખુદ પરત આવવાનો પ્રયાસ કરશે. પરંતુ જો તેમને કોઈ સમસ્યા છે અને પરિવારને કારણે આવી શકતા નથી. તેમને જો એવું લાગે કે તેમના માટે પરિવાર મહત્વનો છે તો હું દિશાના આ નિર્ણયનું સન્માન કરીશ અને ત્યાર પછી જ બીજા દયા ભાભીને લેવાનું વિચારીશ.

કારણ કે દયાબેન તો શોમાં જોઈએ કારણ કે ધ શો મસ્ટ ગો ઓન, તેથી હાલમાં કોરોનાના સમયમાં કંઈ કરી રહ્યાં નથી. માહોલ થોડો સામાન્ય થશે તો દયાબેન પરત આવી જશે, પછી તે જૂના હોય કે નવા હોય. હવે એ જોવાનું રહેશે કે દર્શકોને નવા દયાબેન જોવા મળશે કે જૂના. આ માટે ફેન્સે થોડો સમય રાહ જોવી પડશે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.