જુઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર્સના બાળપણની તસવીરો, જોઈને તમે પણ ચોંકી જશો…

Bollywood

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરીયલ હાલમાં ખુબ જાણીતી છે અને તેમાં કામ કરતા કલાકારો વિશે જાણવાની દરેક લોકોને જીજ્ઞાષા હોય છે, તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક એવી તસવીરો, જે જોઈને તમે પણ ચોંકી જશો.

દિશા વાકાણી (દયાભાભી)

દયા ભાભી વર્ષોથી ભલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળી ન રહ્યા હોય, પરંતુ તે આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે. ફેન્સ દિશા વાકાણીના ફોટા જોવા માટે ફેન્સ આતુર રહે છે. એવામાં સામે આવેલા કેટલાક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા તેમના બાળપણના દિવસોના છે. બાળપણમાં તે ખૂબ જ ક્યૂટ હતા. ફોટામાં તે લેંઘો અને ચોલી પહેરેલી જોવા મળે છે. સાથે જ તેમને બે ચોટલા પણ બનાવેલા છે.

દિલીપ જોશી (જેઠાલાલ)

ફેન્સને જેઠાલાલનો રોલ સૌથી વધુ પસંદ છે. જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી ખૂબ સિનિયર એક્ટર છે. તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે, પરંતુ જેઠાલાલનું પાત્ર તેમનું સૌથી પોપુલર પાત્ર રહ્યું છે. જેઠાલાલના જવાનીના ફોટા ખૂબ વાયરલ થઇ રહ્યા છે. તે આ તસવીરમાં કાઉબોય બનેલા જોવા મળી રહ્યા છે. હંમેશા ક્લીન શેવ રહેનાર દિલીપની મોટી મોટી મૂછો પણ જોવા મળી રહી છે.

જેનિફર મિસ્ત્રી (રોશન ભાભી)

જેનિફર મિસ્ત્રી પણ યંગ એજ ડેઝમાં પણ આજની માફક સુંદર લાગતી હતી. તેમની રંગતમાં આજે પણ વધુ ફરક આવ્યો નથી. નાના બાળકો સાથે તેમની સ્ટાઇલ પહેલાં પણ આજના જેવી જ હતી. જેનિભર શોમાં ગોગીની મમ્મી અને રોશન સિંહ સોઢીની પત્નીનું પાત્ર ભજવ્યું હતું.

નિર્મલ સોની (ડો. હાથી)

ડો. હાથી નું પાત્ર ભજવનાર નિર્મલ સોની બાળપણમાં ખૂબ જ ક્યૂટ લાગતા હતા. બાળપણમાં પણ તેમનું વજન વધુ હતું. તેમના બાળપણના ફોટા જોતાં જ તમે ઓળખી લેશો કે આ નવાવાળા ડો. હાથી જ છે.

અંબિકા રાજનકર (કોમલ ભાભી)

કોમલ ભાભી નું પાત્ર ભજવનાર અંબિકા રાજનકરની તસવીર ખૂબ જૂની છે. તે તેમાં સફેદ સૂટ પહેરેલી જોવા મળી રહી છે. તેમના ચહેરામાં વધુ ફેરફાર આવ્યો નથી, પરંતુ તેમને વેટ જરૂર પુટ ઓન કર્યું છે. અંબિકા શોમાં ડો. હાથીની પત્નીનું પાત્ર ભજવી રહી છે.

મુનમુન દત્તા (બબીતા જી)

ઘરે ઘરે બબીતા જી ના નામથી મશહૂર મુનમુન દત્તા બાળપણથી જ સુંદર અને ટેલેન્ટેડ છે. તેમનો આ ફોટો આ વાતનો પુરાવો છે. બાળપણનો આ ફોટામાં મુનમુન હારમોનિયમ વગાડતી જોવા મળી રહી છે.

શિવાંગી જોશી (માધવી ભાભી)

ટીચર અને સોસાયટીના સેક્રેટરી આત્મારામ ભિડેની પત્ની માધવી ભાભી નું પાત્ર ભજવી રહેલી શિવાંગી જોશી તો દરેકના ફેવરિટ છે અને તેમના પાપડ-અથાણું તો લોગ ભૂલી શકતા નથી. તેમના બાળપણનો ફોટો અમારા હાથ લાગ્યો છે. આ ફોટામાં તે એકદમ ક્યૂટ લાગી રહી છે. તેમની સ્માઇલ ખૂબ જ પ્યારી છે.

મંદાર ચાંદવડકર (આત્મારામ ભિડે)

ટીચર અને સોસાયટીના સેક્રેટરી આત્મારામ ભિડે નું પાત્ર ભજવનાર મંદાર ચાંદવડકર પણ જવાનીના દિવસોમાં કંઇ ઓછા લાગતા ન હતા. તેમનો ફોટો જોઇને તેમને વાત પણ તમને સાચી લાગશે કે તેમની જવાનીના દિવસોમાં વાળ હતા.

શૈલેષ લોઢા (તારક મહેતા)

તારક મહેતા નું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા શોમાં જેઠાલાલના ફાયર બ્રિગેડ અને મિત્રના રૂપમાં જોવા મળી રહ્યા છે. શૈલેષ અંગત જીવનમાં કવિ છે અને શોમાં પણ લેખક બન્યા છે. શૈલેષના જૂટા ફોટામાં ખૂબ સ્માર્ટ જોવા મળતા હતા. આ ફોટો તેમના કોલેજના દિવસોનો લાગી રહ્યો છે.

શ્યામ પાઠાક (પોપટલાલ)

પોપટલાલનું પાત્ર ભજવનાર શ્યામ પાઠક જવાનીના દિવસોમાં પણ હાલની માફક જ દૂબળા પતળા હતા, પરંતુ તેમનો આ ફોટો જોઇને લાગી રહ્યું છે કે તે ખૂબ ફેશનેબલ હતા. સાથે જ ખૂબ અપ-ટૂ-ડેટ રહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *