ટાટા મોટર્સ લોન્ચ કરવા જઈ રહી છે આ ઇલેક્ટ્રિક કાર, 400 KMથી વધુની રેન્જ, જાણો કિંમત અને ક્યારે કરશે લોન્ચ….

Technology

ટાટા મોટર્સ લાંબા અંતરની Nexon EV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે નવી કારમાં 40 kWh બેટરી પેક મળવાની આશા છે. અને આ સિવાય નવી ઇલેક્ટ્રિક કાર પ્રીમિયમ હેચબેક Altrozનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ પણ હોઈ શકે છે. ત્યારે ટાટા મોટર્સે હાલમાં Nexon EV નું ડાર્ક એડિશન લોન્ચ કર્યું છે, જેને Nexon Dark કહેવામાં આવે છે. ડાર્ક એડિશન સિવાય, નેક્સોન EV ભારતમાં અન્ય ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

ટાટા મોટર્સ આવતા અઠવાડિયે નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે. ત્યારે કાર નિર્માતાએ આ માહિતી 6 એપ્રિલે સત્તાવાર લોન્ચ પહેલા આપી છે. ત્યારે ટાટાએ EV વિશે વધુ ખુલાસો કર્યો નથી. પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ Nexon EVનું ફેસલિફ્ટ વેરિઅન્ટ હોઈ શકે છે. આમાં, અગાઉની વધુ રેન્જ અને ઘણા અપડેટ ફીચર્સ મળી શકે છે.

મળતી માહિતી પ્રમાણે નવી Tata Nexon EV સિંગલ ચાર્જ પર 400 કિલોમીટરથી વધુની સારી રેન્જ આપી શકે છે.ત્યારે Nexon EV હાલમાં 30.2 kWh બેટરી અને 312 કિમીની રેન્જ સાથે ઓફર કરવામાં આવે છે.ત્યારે લાંબી રેન્જ ઉપરાંત, Nexon EV ફેસલિફ્ટમાં કેટલીક અપગ્રેડેડ ફીચર્સ અને એક્સટીરિયર્સ પણ જોવા મળશે. ત્યારે તેમાં નવા એલોય વ્હીલ્સ અને ચારેય પર ડિસ્ક બ્રેક, નવી અપહોલ્સ્ટ્રી અને અપગ્રેડેડ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમનો સમાવેશ થઈ શકે છે.

એક કલાકમાં ફૂલ ચાર્જ થઇ જાય છે:
હાલમાં Nexon EV માત્ર 9.14 સેકન્ડમાં શૂન્યથી 100 kmphની ઝડપ પકડી શકે છે. ત્યારે તે 127 bhp અને 245 Nm ટોર્ક જનરેટ કરે છે. DC ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને, Tata Nexon EV ને એક કલાકની અંદર 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. જો કે, નિયમિત હોમ ચાર્જરનો ઉપયોગ કરીને તેને 90 ટકા સુધી ચાર્જ કરવામાં 8.30 કલાક જેટલો સમય લાગે છે.

Leave a Reply

Your email address will not be published.