એક મહિલાને ટેટૂનો એટલો શોખ છે કે તેણે પોતાના એક વર્ષના બાળકના આખા શરીર પર ટેટૂની ડિઝાઈન બનાવી દીધી છે. એટલું જ નહીં, તેણે સોશિયલ મીડિયા પર પોતાના અને બાળકના ફોટો શેર કર્યા છે. આ વિશે સોશિયલ મીડિયા યુઝર મહિલાની ઘણી ટીકા કરી રહ્યા છે. ફેશન ડિઝાઈનર શમેકિયા મોરિસે પોતાના પુત્ર ટ્રેલિનના શરીર પર ટેમ્પરરી ટેટૂ બનાવવાનું ત્યારથી શરૂ કર્યું જ્યારે તે માત્ર છ મહિનાનો હતો.
પરંતુ હવે આ માતાનો શોખ વધતો જ ગયો અને તેણે પોતાના આખા શરીર પર ટેટૂ બનાવી લીધા છે અને પોતાના પુત્રના શરીર પર પણ ટેટૂ કરાવ્યા છે.
વૃદ્ધ મહિલાઓ પણ ટેટૂ કરાવવામાં પાછળ નથી:
ટેટૂ કરાવવું એ સામાન્ય શોખ થઈ ગયો છે, ઘણા ઉંમરલાયક લોકો પણ ટેટૂ કરાવવાના શોખીન હોય છે અને કેટલાક પોતાના આ શોખને વૃદ્ધાવસ્થા સુધી ચાલુ રાખે છે. આવું જ કંઈક બ્રિટનની એક મહિલાનું પણ વિચારવું છે, જે ઈચ્છે છે કે ઉંમર વધશે તોપણ શરીર પર ટેટૂ કરાવતી રહીશ.
મેલિસા સ્લોઆન હજી પણ પોતાના શરીર પર ટેટૂ બનાવવા માગે છે. તેનું કહેવું છે કે તે 80 વર્ષ સુધી ટેટૂ કરાવશે. મેલિસાના આખા શરીર પર દિલ બનેલા છે. તેના પગ પર લંડનના ગુંડાઓ ક્રે ટ્વિન્સના ટેટૂ બનાવવામાં આવ્યાં છે.