અજય દેવગનની ફિલ્મ ‘થેંક ગોડ’ પર પ્રતિબંધ મૂકવાની માંગ, જાણો શા માટે થયો વિવાદ

News

અજય દેવગનની આગામી ફિલ્મ ‘થેંક ગોડ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે ત્યારથી ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મ પર કથિત રીતે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. પહેલા તો ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર બોયકોટનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ પછી ફિલ્મના અભિનેતા અને નિર્દેશક ઈન્દર કુમાર વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે લેટેસ્ટ માહિતી એ છે કે કર્ણાટકમાં હિન્દુ જનજાગૃતિ સમિતિએ ટ્રેલર સામે વાંધો ઉઠાવ્યો છે.

‘થેન્ક ગોડ’માં અજય દેવગણ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં અજય દેવગણ ચિત્રગુપ્તની ભૂમિકા ભજવે છે, જે મૃત્યુ પછીના તમામ પાપો અને પુણ્યનો હિસાબ આપે છે. હિંદુ જનજાગૃતિ સમિતિના પ્રવક્તા મોહન ગૌડાએ કહ્યું, “ટ્રેલરમાં કલાકારો હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે હિંદુ ધર્મના ચિત્રગુપ્ત અને ભગવાન યમની મશ્કરી અમે ક્યારેય સહન નહીં કરીએ. શું આ ટ્રેલર રિલીઝ થયું ત્યાં સુધી સેન્સર બોર્ડ ઊંઘતું હતું?”

સંગઠને માંગ કરી છે કે સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ ન આપવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયોએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે તેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે ચેતવણી આપી હતી કે તેઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરશે.

હિંદુ જનજાગ્રુતીના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ શિંદેએ કહ્યું, “બોલીવુડ હંમેશા હિંદુ ધર્મની વિરુદ્ધ કામ કરે છે. પછી તે પીકે જેવી ફિલ્મ હોય કે પછી થેંક ગોડ જેવી આગામી ફિલ્મ હોય. હિંદુ દેવી-દેવતાઓને દરેક જગ્યાએ કોમિક સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. હિંદુ દેવતાઓ, હિંદુ ધર્મ અથવા હિંદુ ધર્મગ્રંથો સાથે હંમેશા રમત રમાય છે. તમે હિંદુઓની ધાર્મિક લાગણીઓનું પાલન કેમ નથી કરતા? અમે ફિલ્મની રિલીઝનો વિરોધ કરીએ છીએ.”

Leave a Reply

Your email address will not be published.