શું તમે જાણો છો? KGF Chapter 2 ને ધમાકેદાર બનાવા પાછળ માત્ર 19 વર્ષના આ છોકરાનો હાથ છે, જાણો કોણ છે….

Story

સુરપસ્ટાર યશ અને સંજય દત્તની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 નું નામ સતત ફેન્સના મોઢે સાંભળવા મળી રહ્યું છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત ધૂમ મચાવી છે. ચાર વર્ષના સમયગાળા બાદ યશની આ ફિલ્મ જોઈ ફેન્સ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. કેટલાક લોકો એવા પણ છે જે આ ફિલ્મને એકથી વધારે વખત થિયેટરમાં જઈ જોઈ રહ્યા છે.

રોકી ભાઈનું કેજીએફ પર રાજ અને અધીરા સાથે તેની ટક્કર દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. આ વચ્ચે હવે કેજીએફ ચેપ્ટર 2 વિશે એક રસપ્રદ વાત સામે આવી છે. કેજીએફ 2 ને આમ તો ઘણા સારા આર્ટિસ્ટ્સે ભેગા મળીને બનાવી છે. પરંતુ તેને એડિટ કરનાર શખ્સ એકદમ યંગ અને ટેલેન્ટેડ છે.

કેજીએફ ચેપ્ટર 2 ના એડિટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ફેન્સને ફિલ્મનું ક્રિસ્પ અને શાર્પ એડિટિંગ ઘણું પસંદ આવી રહ્યું છે. જો તમને પણ ફિલ્મનું એડિટિંગ પસંદ આવી રહ્યું છે તો તમને જણાવી દઈએ કે આ જબરદસ્ત એક્શન થ્રિલર ફિલ્મને ઉજ્જવલ કુલકર્ણી નામના છોકરાએ એડિટ કરી છે.

આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી ફિલ્મનું આટલું સારું એડિટિંગ કરનાર ઉજ્જવલ કુલકર્ણી હાલમાં માત્ર 19 વર્ષનો છે. ઉજ્જવલ માટે આ પહેલો મોટો પ્રોજેક્ટ હતો, જેમાં તેણે કામ કર્યું અને મહેનત જોવા લાયક છે.

ઉજ્જવલ કુલકર્ણી આ પહેલા શોર્ટ ફિલ્મ અને યુટ્યૂબ પર ફેન મેડ મૂવીઝને એડિટ કરતો હતો. સુત્રોનું માનીએ તો ડાયરેક્ટર પ્રશાંત નીલે કેજીએફ ચેપ્ટર 2 ને સંપૂર્ણ રીતે શૂટ કરી હતી. ત્યારબાદ ઉજ્જવલે પોતાની એડિટિંગ સ્કિલ્સને દેખાળતા તેનું ટ્રેલર બનાવ્યું અને પ્રશાંતને દેખાળ્યું હતું.

ઉજ્જવલના કામથી પ્રશાંત નીલ ખુબ જ ઇમ્પ્રેસ થયા હતા અને તેમણે આખી ફિલ્મ તેને એડિટ કરવા માટે તક આપી હતી. એવામાં ઉજ્જવલ કુલકર્ણીએ આ તકને સ્વીકારી અને પોતાનું બેસ્ટ કામ કરી દેખાડ્યું. ઉજ્જવલે ટેલેન્ટને સાબિત કરી બતાવ્યું કે તે ક્રેડિટની સાથે સાથે મોટા પ્રોજેક્ટ્સ મેળવવા માટે હકદાર છે.

બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો કેજીએફ ચેપ્ટર 2 દુનિયાભરમાં 600 કરોડ રૂપિયાના આંકડાને પાર કરવા જઈ રહી છે. આ ફિલ્મની આવક ઘણી સારી થઈ રહી છે. ફિલ્મના હિન્દી વર્ઝનને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.

ફિલ્મમાં યશ અને સંજય દત્ત વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. આ ઉપરાંત રવીના ટંડન અને શ્રીનિધિ શેટ્ટી જેવા સ્ટાર્સ કેજીએફ 2 નો ભાગ છે. આ સંજય દત્તની પહેલી તેલુગુ ફિલ્મ છે.

Leave a Reply

Your email address will not be published.