The couple, a 36-year-old groom and an 81-year-old bride, made the revelation.

36 વર્ષનો વર, 81 વર્ષની કન્યા, વાયરલ થયેલું કપલ લાંબા સમય બાદ ભેગા થતા લોકો એ સેક્સ વિશે પુછેલી અવળી વાત નો કપલ એ કર્યો ખુલાસો.

Story

81 વર્ષના પેન્શનર આઈરિસ જોન્સ અને 36 વર્ષના મોહમ્મદ ઈબ્રાહિમનો પ્રેમ ચર્ચામાં છે. યુકેનું આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયું છે અને બ્રિટિશ ચેનલ ITVના સ્ટુડિયોમાં પહેલીવાર ઈન્ટરવ્યુ માટે એકસાથે પહોંચ્યું છે. ચેનલના પોપ્યુલર શો ‘ધીસ મોર્નિંગ’માં બંનેએ ઉંમરના તફાવત, રિયુનિયન અને સેક્સ લાઈફ પર થઈ રહેલી ટીકાઓને લઈને ઘણા રસપ્રદ ખુલાસા કર્યા હતા.

ઇજિપ્તનો મોહમ્મદ નવેમ્બર પહેલા તેની પત્ની આઇરિસથી અલગ રહેતો હતો. પરંતુ જ્યારે મોહમ્મદને વિઝા મળી ગયા  તો તેણે આઇરિસને મળવામાં વિલંબ કર્યો નહીં.

આઇરિસે જણાવ્યું કે લોકડાઉન જેવી સ્થિતિ ના હિસાબે વિઝા ન મળવાને કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આઇરિસે કહ્યું, ‘અમારા માટે આ રીતે જીવવું મુશ્કેલ હતું. ફોન પર વાત કરવી કે મેસેજ પર ગુડ મોર્નિંગ-ગુડ નાઈટ બોલવાનું એકદમ બોરિંગ થઈ ગયું હતું. હું બસ વિચારતો રહ્યો કે તે ક્યારે આવવાનો છે.

આઇરિસે જણાવ્યું કે જ્યારે તેને ખબર પડી કે તેના પતિને યુકે આવવા માટે વિઝા મળી ગયા  છે તો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણીએ કહ્યું, ‘હું ટેસ્કોમાં હતી અને ઘર માટે ફળો અને શાકભાજી ખરીદી રહી હતી. ત્યારે મને આ વિશે ખબર પડી. મારી આંખમાંથી આંસુ વહી ગયા. હું મારા આંસુ રોકી શકી નહીં. ત્યારે ત્યાં હાજર એક આસિસ્ટન્ટે કહ્યું- તમે ઠીક છો? મેં જવાબ આપ્યો- હા, હું ખૂબ જ ખુશ છું.

તે જ સમયે, મોહમ્મદે કહ્યું, ‘મને લાગ્યું કે હું હવામાં ઉડી રહ્યો છું. જ્યારે મને યુકે ના વીઝા મળી જવાની ખબર પડી ત્યારે મેં એક ગલીમાં જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. કેટલાક લોકો મને પાગલ માનતા હતા. આખરે હું મારી પત્નીને મળવાનો હતો. મોહમ્મદ યુકેમાં ઉતરતાની સાથે જ બંને એરપોર્ટ પર એકબીજાને મળ્યા હતા.

ઉંમરના અંતરને કારણે ટીકાનો સામનો કરવો પડે છે
મોહમ્મદ અને આઈરિસની ઉંમરમાં લગભગ 45 વર્ષનો તફાવત છે. યુગલને તેમની ઉંમરના અંતરના રોમાંસને લઈને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. આ અંગે મોહમ્મદે કહ્યું કે તે લોકોની પ્રતિક્રિયાઓ અને ટીકાઓને કારણે ઘણું દબાણ અનુભવી રહ્યો છે. કેટલાક લોકો આઇરિસ સાથેના તેમના સંબંધને કંઈક અલગ નજર થી જોવે છે. તેણે કહ્યું, ‘હું સમજાવી શકતો નથી, પરંતુ અમે ઘણા દબાણમાં છીએ. હું સમજાવી શકતો નથી કે કેટલાક લોકો આપણા પર શા માટે કટાક્ષ કરે છે, શા માટે? હું કામ કરી રહ્યો છું. મારી પાસે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે. હું આઇરિસ સાથે એટલે નથી કે મારે તેની પાસેથી કંઈક જોઈએ છે. હું એક અમીર વ્યક્તિ છું. કૈરોમાં મારો પોતાનો બંગલો પણ છે.

તે જ સમયે, આઇરિસે નફરત કરનારાઓ વિશે કહ્યું, ‘પ્રેમ બધાને જીતી લે છે.’ તેણે કહ્યું કે મોહમ્મદ ખૂબ જ સ્વચ્છ છે. તેણે અત્યાર સુધી ઘરના ફર્શ પર કંઈપણ નાખ્યું નથી. તે મને ચા પણ આપે છે. હવે અમે બંને અમારી પહેલી ક્રિસમસ સાથે મનાવવાની યોજના બનાવી રહ્યા છીએ. આઇરિસ કહે છે કે તેણી હજુ પણ જાણતી નથી કે તેનો પુત્ર, મિત્ર અથવા સંબંધી તેને આમંત્રિત કરશે કે નહીં. તેઓ વિચારી શકે છે કે કદાચ આ ક્રિસમસ આપણે સાથે ઉજવવા માંગીએ છીએ. મોહમ્મદે કહ્યું કે તે હંમેશા આઇરિસ સાથે રહેવાની યોજના ધરાવે છે.

આઇરિસ મોહમ્મદ સાથેની તેની સેક્સ લાઇફથી ખુશ જણાય છે. આઇરિસ પણ લવ મેકિંગને તેના સંબંધનો મહત્વપૂર્ણ ભાગ માને છે. આઇરિસ કહે છે, “મને એવું ન લાગ્યું હોવા છતાં મોહમ્મદ હંમેશા મને સુંદર કહે છે.” કેટલીકવાર અમે એકબીજાને પ્રેમથી ગળે લગાવીએ છીએ.

આઈરિસ કહે છે કે મોહમ્મદ હવે ઘણો ફેમસ થઈ ગયો છે. બ્રિસ્ટોલમાં એક ટેક્સી ડ્રાઈવર અમને જોઈને ઓળખી ગયો. આઈરિસે કહ્યું, ‘જ્યારે પણ કોઈ મને પૂછે કે તમને પ્રેમ કેવી રીતે થયો? હું ફક્ત એટલું જ કહું છું કે તમે પ્રેમને ગોતસો નહીં, પ્રેમ તમને પોતાની મેળે શોધી લેશે.

‘મોહમ્મદે પૈસા માટે મારી સાથે લગ્ન નથી કર્યા’
આયરિસે અગાઉ એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે મોહમ્મદે પૈસા માટે તેની સાથે લગ્ન કર્યા હતા. તેણે કહ્યું હતું કે, હું જાણું છું કે લોકો માને છે કે હું વૃદ્ધ મહિલા છું અને તે મારો ફાયદો ઉઠાવી રહ્યો છે. પણ હું એટલો અમીર નથી. હું એવી સ્ત્રી પણ નથી કે જેને કોઈ મૂર્ખ બનાવી શકે. આ ઉપરાંત તેણે મારી પાસે ક્યારેય પૈસા માંગ્યા નથી. અમે 50/50 ખર્ચ પણ વહેંચીએ છીએ. મને ડર નથી કે વિઝા મળ્યા પછી તે મને છોડી દેશે. હું મારા જીવન સાથે તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *