દાદા બનીને બોલિવૂડ પર રાજ કરનાર અભિનેતાએ એક વિધવા મહિલા પર દયા કરીને તેની પુત્રી સાથે કર્યા હતા લગ્ન.

Bollywood

હિન્દી સિનેમામાં પોતાની સશક્ત ભૂમિકાઓ માટે જાણીતા ઓમ પ્રકાશની 21 ફેબ્રુઆરીના રોજ પુણ્યતિથિ છે. વર્ષ 1998માં ઓમપ્રકાશે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. પાંચ દાયકા સુધી પડદા પર પોતાની કલાકારી બતાવનાર ઓમ પ્રકાશે પોતાના કોમિક ટાઈમિંગથી શ્રેષ્ઠ કોમેડિયનોને પણ પાછળ છોડી દીધા હતા. તેમનો જન્મ 19 ડિસેમ્બર 1919ના રોજ જમ્મુમાં થયો હતો. ઓમપ્રકાશે 12 વર્ષની ઉંમરે શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. સંગીત ઉપરાંત તેમને થિયેટર અને ફિલ્મોમાં પણ રસ હતો.

ઓમપ્રકાશને પહેલો બ્રેક ફિલ્મ ‘દાસી’ દ્વારા મળ્યો, ત્યારપછી તેણે પાછળ વળીને જોયું નથી. ઓમપ્રકાશે પોતાની કારકિર્દીમાં આઝાદ, મિસ મેરી, હાવરા બ્રિજ, દસ લાખ, પ્યાર કિયે જા, ખાનદાન, સાધુ ઔર શૈતાન, ગોપી, દિલ દોલત દુનિયા સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. દરેક ફિલ્મમાં તેનું પાત્ર પહેલા કરતા અલગ હતું. તેઓ દિગ્દર્શક પણ હતા. તેણે ‘કન્હૈયા’માં રાજ કપૂર અને નૂતન જેવા સ્ટાર્સને ડિરેક્ટ કર્યા હતા.

ઓમ પ્રકાશની લવસ્ટોરી પણ ઘણી ફની હતી. એક કિસ્સો શેર કરતા તેણે કહ્યું કે હું એક શીખ છોકરી સાથે પ્રેમમાં પડ્યો હતો પરંતુ છોકરીના પરિવારના સભ્યો મારી વિરુદ્ધ હતા કારણ કે હું હિંદુ છું. મારી માતા પણ તેના ઘરે વાત કરવા ગઈ હતી પરંતુ તેના પરિવારજનોએ કોઈ વાત જ ના સાંભળી. એ પછી શું થયું તેની તમે કલ્પના પણ નહીં કરી શકો.

એક દિવસ ઓમપ્રકાશ પાનની દુકાન પર ઊભો હતો ત્યારે એક વિધવા મહિલા આવી અને ઓમપ્રકાશને તેની મોટી પુત્રી સાથે લગ્ન કરવા વિનંતી કરવા લાગી. ઓમપ્રકાશની આત્મકથા અનુસાર, મહિલાએ કહ્યું કે તે વિધવા છે અને તેને ચાર પુત્રીઓ છે, જેમાં સૌથી મોટી પુત્રી 16 વર્ષની છે. અને તે વિધવા મને જમાઈ બનાવવા માંગતી હતી. તેણે મારી માતાને આ વિશે પહેલેથી જ વાત કરી હતી. તેણે મારી સામે પોતાનો પલ્લુ ફેલાવ્યો અને વિનંતી કરી કે મારી પુત્રી સાથે લગ્ન કરી લ્યો. પછી શું હતું, હું મારા પ્રેમને ભૂલી ગયો અને તે વિધવા સ્ત્રીની છોકરી સાથે લગ્ન કરી લીધા.

અભિનયની સાથે સાથે ઓમ પ્રકાશે ફિલ્મ નિર્માણમાં પણ હાથ અજમાવ્યો હતો. ઓમપ્રકાશે જ ફિલ્મોમાં મહેમાન ભૂમિકાઓનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. તેણે 60ના દાયકામાં સંજોગ, જહાંઆરા અને ગેટવે ઓફ ઈન્ડિયા જેવી ફિલ્મો બનાવી હતી. છેલ્લા દિવસોમાં, તે બીમાર થવા લાગ્યા અને તે જાણતા હતા કે તેમનો હવે અંત નજીક છે તે બચશે નહીં. ઓમ પ્રકાશને હાર્ટ એટેક આવ્યા બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ કોમામાં સરી પડ્યા હતા. તેમણે 21 ફેબ્રુઆરી, 1998ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published.