આ અબજોપતિઓની સુંદર પત્ની તેના પતિ કરતાં ઓછી અમીર નથી, જાણો તેની સંપત્તિ અને કામ વિશે…

Story

ભારતમાં ઘણા અબજોપતિઓ રહે છે. આ ધનવાન લોકોએ પોતાના દમ પર સફળતાનું તે સ્તર હાંસલ કર્યું છે, જેના કારણે તેમની પાસે સંપત્તિ, ખ્યાતિ બધું જ છે. વેલ તેમને બધા આ લોકોને તો જાણો જ છો પરંતુ તેની સફળતા પાછળ જે મહિલાઓનો હાથ છે એવી મહિલાઓ વિશે તમે બહુ ઓછું જાણતા હશો.

આજે અમે તમને દેશના અબજોપતિઓની પત્નીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેઓ જેટલા સુંદર દેખાય છે તેટલા જ બુદ્ધિશાળી પણ છે. જો કે, ઘણા ઓછા લોકો જાણતા હશે કે આ અબજોપતિઓની પત્નીઓ સુંદર હોવાની સાથે-સાથે સમાજના ભલા માટે પણ કામ કરે છે. તો ચાલો તમને તેમના વિશે જણાવીએ અને તેમની કુલ સંપત્તિ વિશે માહિતી આપીએ.

નીતા અંબાણી:
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પત્નીનું નામ નીતા અંબાણી છે. નીતા અંબાણી 57 વર્ષની છે પરંતુ તે ખૂબ જ સુંદર હોવા ઉપરાંત પરોપકારમાં પણ આગળ છે. નીતા રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ છે અને આ ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. નીતાની કુલ સંપત્તિ 21000 કરોડ રૂપિયા છે.

ટીના અંબાણી:
દેશના અબજોપતિઓની યાદીમાં અનિલ અંબાણી પણ આવે છે. તેઓ રિલાયન્સ ગ્રુપના ચેરમેન છે. તેમની પત્નીનું નામ ટીના અંબાણી છે, જે આ પહેલા એક સફળ હિરોઈન પણ રહી ચૂકી છે. ટીના પરોપકારમાં પણ ખૂબ આગળ છે. તે ધીરુભાઈ કોકિલાબેન અંબાણી હોસ્પિટલ ચલાવે છે. આ સાથે, તે હાર્મની ફોર સિલ્વર ફાઉન્ડેશનની પ્રમુખ છે. આ દ્વારા તે લોકોને મદદ કરે છે. ટીનાની કુલ સંપત્તિ 2331 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

કિરણ નાદર:
કિરણ નાદર વિશે વાત કરીએ તો, તે HCL કંપનીના માલિક શિવ નાદરની પત્ની છે. કિરણ શિવ નાદર ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે અને પરોપકારના કામમાં ખૂબ જ સંકળાયેલા છે. 70 વર્ષીય કિરણની કુલ સંપત્તિ 25,100 કરોડ રૂપિયા છે અને તે અબજોપતિની પત્નીઓમાં ઘણી અમીર છે.

સુધા મૂર્તિ:
ઈન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિની પત્નીનું નામ સુધા મૂર્તિ છે. તેણીએ કોમ્પ્યુટર સાયન્સમાં તેની કારકિર્દી શરૂ કરી હતી અને આજે તે ઇન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન છે. તે ગેટ્સ ફાઉન્ડેશનની સભ્ય પણ છે. તેઓ લોકોને મદદ પણ કરે છે. તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે 2480 કરોડ છે.

મોનિકા બર્મન:
તમે ડાબર કંપની વિશે જાણતા જ હશો. આ કંપનીના માલિક વિવેક બર્મન છે અને તેમની પત્નીનું નામ મોનિકા બર્મન છે. મોનિકાની કુલ સંપત્તિ 2260 કરોડ રૂપિયા છે.

યાસ્મીન પ્રેમજી:
વિપ્રો ગ્રુપના માલિક અઝીમ પ્રેમજીની પત્નીનું નામ યાસ્મીન પ્રેમજી છે. યાસ્મીન અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા ચેરિટી વર્ક કરે છે. તેમની કુલ સંપત્તિ 1,14,400 કરોડ રૂપિયા છે.

નતાશા પૂનાવાલા:
નતાશા પૂનાવાલાએ અબજોપતિ અદાર પૂનાવાલા સાથે લગ્ન કર્યા છે. અદાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ કંપનીના માલિક છે અને બંનેના લગ્ન વર્ષ 2006માં થયા હતા. નતાશાની કુલ સંપત્તિ 660 કરોડ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *