વાંચો લોકશાહીની સુંદરતા…જ્યારે વગર હાથે વોટ નાખ્યો તો થયું કંઈક આવું…

Story

આગળની લોકસભા ચૂંટણીમાં બધાએ ઉત્સાહપૂર્વક પોતાનો મત આપ્યો હતો. એ જોઈને સારું લાગે છે કે આજના યુવાનો મતદાનમાં રસ દાખવી રહ્યા છે અને રાજકારણીઓ ચૂંટણી પહેલા વોટ માંગે છે અને લોકો પોતાના મનપસંદ ઉમેદવાર માટે વોટિંગ પણ કરે છે. ગુજરાતીમાં આજનો લેખ ચૂંટણીમાં થયેલા એક રસપ્રદ બનાવ વિશે છે, જ્યારે એક છોકરી પોતાનો મત આપવા આવી કે જેના બંને હાથ નથી… તમે આ લેખ સાથે જોડાયેલા રહો આ ખૂબ જ રસપ્રદ છે અને આ લેખ દ્વારા અમે તમને આપણા દેશની લોકશાહીની સુંદરતા બતાવવા માંગીએ છીએ.

મતદાન કરવાથી તમે તમારા મનપસંદ ઉમેદવારને પસંદ કરી શકો છો, પરંતુ મતદાન કરીને એ પણ અહેસાસ થાય છે કે આપડે ભારતના ગૌરવશાળી નાગરિક છીએ. આ દેશમાં ઘણા લોકો વિચારે છે કે તેમના એક મતથી કંઈજ ફરક નહિ પડે, પરંતુ જો તમને સાચું કહું તો ફરક પડે છે, મિત્રો હંમેશા મત આપો. ચૂંટણીજ દેશના રાજકીય પાયાને મજબૂત બનાવે છે.

ભારત એક લોકશાહી દેશ છે અને જો તમે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારને મત આપ્યો હોય તો તમને તેના પર સવાલ ઉઠાવવાનો પૂરો અધિકાર છે. તમને તેમના દ્વારા આપવામાં આવેલા વચનો પર સવાલ ઉઠાવવાનો સંપૂર્ણ અધિકાર છે, તેથી તમારા ઉમેદવારને સમજદારીપૂર્વક પસંદ કરો.

ભવાની યાદવ કે જેમને બંને હાથ નહોતા, પરંતુ તેમ છતાં તે દેશની યુવા હોવાને કારણે મતદાન કરવા આવી હતી અને પોતાના મનપસંદ ઉમેદવારને પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. આ લેખ દ્વારા અમે તમને આપણા દેશની લોકશાહીની સુંદરતા બતાવવા માંગીએ છીએ.

જ્યારે ભવાની યાદવ પોતાનો મત આપવા માટે આવી ત્યારે બૂથ પર હાજર દરેકને આશ્ચર્ય થયું કે તે કેવી રીતે પોતાનો મત આપશે, પરંતુ ફરજ પર રહેલા ચૂંટણી અધિકારીએ ભવાનીને તેની માતાની મદદથી મતદાન કરવાની મંજૂરી આપી.

મત આપ્યા પછી, દરેક મતદારના હાથ પર એક ચિહ્ન કરવામાં આવે છે, પરંતુ ભવાનીને બંને હાથ ન હોવાથી, મતદાર અધિકારીએ ભવાનીના પગ પર તે નિશાની બનાવી હતી અને ભવાનીને અહેસાસ કરાવ્યો કે તે આ લોકશાહીનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને આ દેશની ગરવંતી નાગરિક છે. મિત્રો, આ દેશની લોકશાહીનું સુંદર ચિત્ર છે.

તમે જાણો છો કે મોટાભાગના પશ્ચિમી દેશો ભારતની લોકશાહીની ઈર્ષ્યા કરે છે કારણ કે આપણો દેશ ખરેખર એક લોકશાહી દેશ છે. આ દેશમાં 80 ટકા હિંદુ છે પરંતુ તેમ છતાં આપણે એક મુસ્લિમને દેશના રાષ્ટ્રપતિ (અબ્દુલ કલામ જી) બનાવ્યા હતા અને એટલું જ નહીં, આપણે એક શીખને દેશના વડાપ્રધાન પણ બનાવ્યા હતા જ્યારે આ દેશમાં શીખોની વસ્તી માત્ર 2 ટકા છે… શું તમે સાઉદી અરેબિયા અથવા પાકિસ્તાન અથવા ચીન જેવા દેશોમાં આની કલ્પના કરી શકો છો?…ના, બિલકુલ નહીં. આ દેશની લોકશાહીની સુંદરતા છે.

Leave a Reply

Your email address will not be published.