ઘણા વર્ષો પછી પરિવારમાં પેહલી દીકરી જન્મતા પરિવારે કરી એવી ઉજવણી કે આખું ગામ જોતું જ રહી ગયું…, જુઓ વિડિયો…

Story

આજે જ્યાં ઘણી જગ્યા એ દીકરી દીકરા માં ભેદભાવ થાય છે ત્યાં ઘણી જગ્યા એ દીકરી એટલે કે લક્ષ્મી ઘરે પધારતા એવી ઉજવણી કરવામાં આવે છે કે જેથી સમાજ ના એ લોકો જે ભેદભાવ કરે છે તેને પણ શીખ મળે આજે જેની વાત કરવાની છે એ પરિવારમાં દીકરા તો ઘણા હતા, પણ દીકરી નહોતી.

હવે જ્યારે 1 દીકરી નો જન્મ થયો, ત્યારે પરિવારે તેની ઉજવણી અલગ રીતે કરી. પરિવાર નવજાત બાળકીને હેલિકોપ્ટર દ્વારા ઘરે લઈ ગયો. હેલિકોપ્ટર લેવા માટે તેમને 1 લાખ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. આટલા ખર્ચા છતાં, તેમણે ખૂબ જ આનંદ સાથે ઉજવણી કરી કે તેમને ત્યાં એક દીકરી નો જન્મ થયો.

જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે તેને ઘરમાં પ્રવેશવા માટે હેલિકોપ્ટરમાં લઇ ને જાય છે આ મહારાષ્ટ્ર રાજ્યના સમાચાર છે. જ્યાં પુણેના શેલગાંવમાં રહેતા એક પરિવારે દીકરીના જન્મની જોરશોરથી ઉજવણી કરી હતી. તેઓ ભાડાના હેલિકોપ્ટરમાં તે નવજાત બાળકીને ઘરે લઈ ગયા.

હેલિકોપ્ટરને ગામમાં આવતા જોઈને લોકો તેની તરફ જોવા લાગ્યા અને ત્યાં ભીડ થઇ ગઈ. જ્યારે તે નીચે ઉતર્યા અને કારણ કીધું ત્યારે લોકો સમજી ગયા કે તે શા માટે હેલિકોપ્ટર થી આવ્યા છે. પછી આખા ગામમાં તેની ચર્ચા થઈ. લોકો દીકરીના આવા સ્વાગત માટે વખાણ કરતા જોવા મળ્યા હતા.

આખા પરિવારમાં કોઈ દીકરી નહોતી, હવે જન્મેલા બાળકના પિતા વિશાલ ઝારેકરે કહ્યું, “હવે ખુશીનો પ્રસંગ છે. અમારા આખા પરિવારમાં દીકરી નહોતી. અમે દીકરીની ઈચ્છા રાખી હતી. હવે દીકરી આવી ગઈ છે, તેથી કુટુંબ ઉજવણી કરે છે.”

“હવે લક્ષ્મીના આગમનથી સંતુષ્ટ છીએ ” એક વડીલે કહ્યું, બાળકીના જન્મની ઉજવણી કરવાની આ એક સરસ રીત હતી. સમાજના ઘણા લોકો પુત્રના જન્મની ઈચ્છા રાખે છે, તો બીજી તરફ આ પરિવારે પોતાની નવજાત બાળકીને હેલિકોપ્ટર દ્વારા પ્રવેશ કરાવ્યો છે. તેમનું કહેવું છે કે ઘરમાં લક્ષ્મીના આગમનથી અમે સંતુષ્ટ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *