ફેરા ફરતા પહેલાજ દુલ્હને આપ્યો બાળક ને જન્મ, અધવચ્ચે જ રોકવી પડી લગ્નની વિધિ…

Life Style

કેટલીકવાર આપણી આસપાસ એવી કેટલીક ઘટનાઓ બને છે જેને સાંભળીને આપણે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે છત્તીસગઢના બસ્તરમાંથી સામે આવી રહ્યો છે. જ્યાં લગ્નની હલ્દીની વિધિ ચાલી રહી હતી પરંતુ અચાનક જ દુલ્હનના પેટમાં લેબર પેઈન ઉપડ્યું, જેના કારણે લગ્નની વિધિઓ અટકાવી દેવાઈ અને દુલ્હનને હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલ પહોંચ્યા બાદ દુલ્હનએ પુત્રને જન્મ આપ્યો આ સમગ્ર મામલો બદેરાજપુર જિલ્લાના બાંસકોટ ગામનો જણાવવામાં આવી રહ્યો છે.

કન્યાની માતા સરિતા જેઓ કિંડગીડીહી જિલ્લા નવરંગપુર ઓરિસ્સાના રહેવાસી છે, તેમણે ખુલાસો કર્યો કે આદિવાસીઓમાં ચાલી રહેલી પૃથુ પ્રથાને કારણે, તેમની પુત્રી શિવબત્તી માંડવી ઓગસ્ટમાં કૃષ્ણ જન્માષ્ટમી દરમિયાન તેની પસંદનો છોકરો ચંદન નેતામ, બાંસકોટના રહેવાસી હતા. પૃથુ રિવાજ કરવા માટે તેમના ઘરે ગઈ હતી. અને તે ત્યાં ગયા હતી તે લગભગ 6 મહિના જેવો સમય થયો હશે અને આ દરમિયાન તે ગર્ભવતી થઈ ગયા હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આદિવાસી સમાજમાં એક રિવાજનું પાલન કરવામાં આવે છે, જેમાં ન તો શુભ સમય લેવામાં આવે છે અને ન તો જન્માક્ષર જોવા મળે છે, માત્ર છોકરા-છોકરીઓ એકબીજાને પસંદ કરે છે અને બંનેના લગ્ન કરીદેવામાં આવે છે. આ પ્રથા પૃથુ પદ્ધતિ તરીકે ઓળખાય છે. રિવાજ મુજબ છોકરો અને છોકરી એકબીજાને પસંદ કર્યા પછી છોકરીએ છોકરાના ઘરે જઈને જીવન વિતાવવું પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ આ પ્રથા ચાલુ છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે છોકરી પ્રેગ્નન્ટ થયા બાદ બંનેના પરિવારજનોએ નિર્ણય લીધો હતો કે હવે બંનેએ લગ્ન કરી લેવા જોઈએ. ત્યારબાદ બંનેના લગ્નની તારીખ નક્કી કરવામાં આવી અને બંનેના લગ્ન માટે સંબંધીઓને બોલાવવામાં આવ્યા. લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ બાળકના જન્મને કારણે લગ્નનો શુભ મુહૂર્ત જતું રહ્યું હતું તમામ ગામજનોને લગ્નમાં હાજરી આપવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

30 જાન્યુઆરી 2022ના રોજ બંનેના લગ્નની વિધિઓ કરવામાં આવી રહી હતી. જેમાં હળદરની વિધિનો પણ સમાવેશ થાય છે, હળદરની વિધિ કરવા માટે યુવતીને હળદર લગાવવામાં આવી રહી હતી. પરંતુ હલ્દી રસમ ચાલતી હતી તે દરમિયાન અચાનક દુલ્હનને પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો જેના કારણે દુલ્હનને હોસ્પિટલ લઈ જવામાં આવી. જેમાં સવારે નવવધૂએ એક સુંદર બાળકને જન્મ આપતાં જ બાળકનો જન્મ થતાં પરિવારમાં ઉજવણીનો માહોલ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published.