હાલમાં ઉનાળાની ઋતુ ચાલુ થઇ ગઈ છે અને આ ઋતુમાં બધા જ લોકોને ગરમીનો સામનો કરવો પડતો હોય છે. જે લોકો પાસે કાર નથી એ લોકો બાઈક પર તેમની સફર કરતા હોય છે. આજે આપણે એક એવા વ્યક્તિ વિષે જાણીએ જેમની પાસે કાર તો છે.
પણ રોજે રોજ ગરમીમાં રહેવાથી તેમના બેસવાથી ખુબ જ ગરમી લાગતી હતી તો તેઓએ એક દેશી જુગાડ લગાવી દીધો છે.આજના સમયમાં બધા જ લોકો પાક્કા મકાનોમાં રહે છે પણ ગામડાઓમાં પહેલાના સમયમાં લોકો લીંપણ કરીને ઘરમાં રહેતા હતા. જેથી તેમને ઘરમાં ઠંડુ જ લાગતું હતું તેમને એસીની જરૂર નહતી પડતી. હાલમાં ઉનાળાની ગરમીથી બચવા માટે આ વ્યક્તિએ અનોખો જુગાડ લગાડી દીધો છે. આ વ્યક્તિનું નામ જતીનભાઈ છે.
તેઓએ તેમની અલ્ટો કાર પર માટી અને છાણથી લીંપણ કરી દીધું છે જેથી તેમની કાર ગમે તેવી ગરમીમાં હોય અને છાંયડે હોય તો પણ કારની અંદર કુદરતી રીતે ઠંડક રહે છે. જતીનભાઈ હંમેશા કંઈકને કંઈક જુગાડ તો કરતા જ રહે છે તેમને હાલમાં આ નવો જુગાડ લગાડવાનું પ્રેરણા ગરમીને લીધે જ મળી હતી,
તેઓએ આ લગાવેલો જુગાડ આજે બધા જ લોકોને ઘણો પસંદ આવ્યો છે.જતીનભાઈએ તેમની કાર પર લીંપણ કરાવ્યું છે જે છત પર, આગળ, બધા જ દરવાજા પર અને પાછળના ભાગમાં કરાવેલું છે. આમ તેઓએ આ અનોખો જુગાડ લગાવીને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેઓ માટીના ઘણા એવા વાસણો પણ બનાવે છે અને બીજી પણ ઘણી એવી વસ્તુઓ બનાવે છે.