જાણો આ CM વિશે કે જે અંગ્રેજો માટે માથાનો દુખાવો બની ગયા હતા અને તેનું હારવું કોઈ એ મનમાં પણ વિચાર્યું નહોતું તે એક બોલિવૂડ અભિનેતા થી હારી ગયા હતા.

Story

આજે આપડે આ લેખમાં એક એવા સીએમ વિશે વાત કરીશું જેને પહેલા કોંગ્રેસના ચાણક્ય કહેવામાં આવતા હતા, પરંતુ પછી કોંગ્રેસ હાઈકમાન્ડ એટલો નારાજ થઈ ગયો હતો કે તેમને પાર્ટી છોડવાની ફરજ પડી હતી.

હેમવતી નંદન બહુગુણાનો જન્મ ઉત્તરાખંડના પૌડી જિલ્લાના બુધની ગામમાં થયો હતો, પરંતુ યુપીની રાજનીતિમાં એવા નેતા બન્યા હતા કે જેમની હારની કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું. આઝાદી પહેલા હેમવતીનો વિરોધ એટલો જોરદાર હતો કે બ્રિટિશ સરકાર પણ ભારત છોડો ચળવળમાં તેમનાથી કંટાળી ગઈ હતી અને તેને મૃત કે જીવતી પકડવા માટે 5000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પણ હેમવતીનો વિરોધ ચાલુજ રહ્યો.

હેમવતી બહુગુણા અલાહાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવ્યા હતા અને અહીંથી વિદ્યાર્થીના લિડર બની રાજકારણમાં સક્રિય થયા હતા. આ સમય દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રીના સંપર્કમાં આવ્યા અને કોંગ્રેસના સભ્ય બન્યા. તેઓ સંગઠનથી લઈને સરકાર સુધીના અનેક હોદ્દા પર રહ્યા. સ્થિતિ એવી હતી કે યુપીમાં કોંગ્રેસ ઇચ્છે તો પણ હેમવતીની અવગણના કરી સકતી નહોતી. પછી 1969માં એવો સમય આવ્યો કે કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ. કમલાપતિ ત્રિપાઠી અને હેમવતી નંદન બહુગુણા ઈન્દિરા ગાંધી સાથે રહ્યા.

કોંગ્રેસનું બે જૂથોમાં વિભાજન બહુગુણા માટે કામમાં આવ્યું. યુપીના સીએમ ત્રિભુવન નારાયણ સિંહ પદ પર હતા ત્યારે પેટાચૂંટણી હારી ગયા હતા. તે પછી કમલાપતિ ત્રિપાઠી યુપીના સીએમ બન્યા, તેમણે પણ પીએસી બળવા અને ભ્રષ્ટાચારના આરોપમાં પોતાનું પદ છોડવું પડ્યું હતું. ત્યારે બહુગુણાનું નસીબ ચમક્યું હતું. તે સમયે તેઓ સાંસદ હતા અને ઈન્દિરા ગાંધી સીએમ માટે નવા ચહેરાની શોધમાં હતા. હેમવતી બહુગુણાના નામ પર બધાની સહમતી થઈ અને તેમને 8 નવેમ્બર 1973ના રોજ cm બનાવવામાં આવ્યા અને તેઓ 1975 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.

80ના દાયકામાં ચૂંટણીએ બહુગુણાની કારકિર્દી દાવ પર લગાવી દીધી હતી. બહુગુણાએ ત્યાં સુધીમાં કોંગ્રેસ છોડી દીધી હતી અને લોકદળની ટિકિટ પર મેદાનમાં ઉતર્યા હતા. 1984ની આ ચૂંટણીમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અલાહાબાદ લોકસભા સીટ પરથી તેમની સામે મેદાનમાં ઉતર્યા હતા. અંગ્રેજોને પણ સ્તબ્ધ કરી નાખનાર બહુગુણા બોલિવૂડના કોઈ સુપરસ્ટારથી હારશે તે કોઈના મનમાં પણ વિચાર નહોતો કર્યો. પરંતુ વિચાર્યું નહોતું એવુજ થયું અને અમિતાભ બચ્ચને હેમવતી નંદન બહુગુણાને 1 લાખ 87 હજાર મતોથી હરાવ્યા.

આ હારથી બહુગુણાને એવો ઝટકો લાગ્યો કે તેમણે રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો. 5 વર્ષ પછી 17 માર્ચ 1989ના રોજ હેમવતી નંદન બહુગુણાએ દુનિયા છોડી દીધી હતી. જો કે, તેમના બાળકોએ તેમનો રાજકીય વારસો આગળ ધપાવ્યો હતો. પુત્ર વિજય બહુગુણા ઉત્તરાખંડના સીએમ રહી ચૂક્યા છે. સાથે જ તેમની પુત્રી રીટા બહુગુણા જોશી સાંસદ રહી ચૂકી છે અને હાલમાં ભાજપમાં છે.

Leave a Reply

Your email address will not be published.