બે મહિના થી બંધ પડેલા ઘરમાં કંપનીએ મોકલ્યું 43 હજાર રૂપિયાનું ગેસ બિલ..

Story

આ દિવસોમાં દેશભરમાં એલપીજી ગેસ ખૂબ જ મોંઘો થાય રહ્યો છે. શહેરોમાં સિલિન્ડરને બદલે, LPG પાઇપલાઇનની મદદથી ગેસ આવે છે, જેને સ્થાનિક PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) કહેવામાં આવે છે. તેનું બિલ પીએનજીના વપરાશ પ્રમાણે આવે છે, પરંતુ ગુજરાતના અમદાવાદ શહેરમાંથી એક અલગ ઘટના જોવા મળી છે, બે મહિનાથી બંધ પડેલા ફ્લેટમાં ગેસ કંપનીએ પીએનજીનું 43,668 રૂપિયાનું બિલ મોકલ્યું હતું. અને બિલ મળ્યા બાદ ઘરના માલિકે આ બાબતની ફરિયાદ નોંધાવી હતી.

અને મળતી માહિતી પ્રમાણે આ ઘટના અમદાવાદ શહેરના દક્ષિણ બોપલ વિસ્તારની છે. અહીંના એક એપાર્ટમેન્ટમાં રહેતી હીના પટેલને થોડા દિવસ પહેલા ડિસેમ્બર 2021 થી જાન્યુઆરી વચ્ચે 43,668 રૂપિયાનું ઘરેલું PNG બિલ મળ્યું હતું. તેમનું અદાણી ટોટલ ગેસ લિમિટેડ સાથે જોડાણ હતું. હીના આટલું બધું બિલ જોઈને પરેશાન થઈ ગઈ અને તેણે કંપનીમાં ફરિયાદ નોંધાવી. જોકે, ફરિયાદ બાદ કંપનીએ બિલમાં સુધારો કરી દીધો હતો.

જે એપાર્ટમેન્ટને PNG બિલ મળ્યું છે તે સન સાઉથ પાર્કમાં આવેલ છે. ફ્લેટના માલિક હીના પટેલે જણાવ્યું કે, ફ્લેટ છેલ્લા બે મહિનાથી બંધ પડેલો છે. ભાડુઆતએ નવેમ્બર 2021માં ફ્લેટ ખાલી કર્યો હતો. આ બિલ જોઈને અમે પણ આંચકો લાગી ગયા. મેં શનિવારે કંપનીના કસ્ટમર કેરમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે.

તેમણે કહ્યું કે ઇન્વોઇસમાં 3 ડિસેમ્બર, 2021 અને 30 જાન્યુઆરી, 2022 વચ્ચે 29.5 MMBTU (મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ)નો ગેસનો વપરાશ દર્શાવવામાં આવ્યો છે. જે 19 ફેબ્રુઆરીએ વપરાશ ભરવાની છે. મીડિયા સાથે શેર કરવામાં આવેલ બિલ અગાઉના મહિનાઓ માટે ગેસ વપરાશ પેટર્ન દર્શાવે છે. જેમાંથી જાણવા મળ્યું હતું કે એપાર્ટમેન્ટના માલિકે જૂન અને ડિસેમ્બર 2021 વચ્ચે 0.266 mmBtu અને 0.87 mmBtu PNGનો વપરાશ કર્યો હતો.

ઘરના માલિકની ફરિયાદ બાદ કંપનીએ બિલમાં સુધારો કરવામાં આવ્યો. અને કંપનીના જણાવ્યા અનુસાર કેટલીક ટેકનિકલ સમસ્યાના કારણે ખોટું રીડિંગ મોકલવામાં આવ્યું હતું. બાદમાં નવા બિલમાં 0.41 MMBTU રીડિંગ છે. જેનું બિલ 25.52 રૂપિયા આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.