જો વ્યક્તિ ધારે તો કઈ પણ કરી શકે છે બસ મનમાં કઈ કરવાની ઈચ્છા હોવી જોઈએ. આજે અમે તમને એક એવી જ દીકરી વિષે જણાવીશું કે જેની કહાની જાણીને તમને પણ અંદરથી કઈ કરવાનો જોસ્સો આવી જ્શે. આ દીકરીનું નામ પુરી કુમારી છે અને તે રાજસ્થાનના એક નાના ગામની રહેવાસી છે.
પુરી કુમારીનો જન્મ ખુબજ સામાન્ય પરિવારમાં થયો હતો. પોતાના અભ્યાસ પછી પુરી કુમારી પરિવારને મદદ કરવા માટે નોકરી કરવા લાગી અને અચાનક તેમને એવી બીમારી થઇ કે જેનાથી તેમને તેની સારવારમાં પોતાનો એક પગ ગુમાવવો પડ્યો અને તેમને નોકરી છોડીને ઘરે બેસવું પડ્યું.
ત્યારે લોકો વાતો કરવા લાગ્યા કે હવે દીકરીતો અપંગ થઇ ગઈ કોણ તેની સાથે લગ્ન કરશે. પુરી કુમારીએ આવી વાતો સાંભળીને ખુબજ ખોટું લાગ્યું. તેમને નક્કી કરી લીધું કે તે જીવનમાં એવું કરીને બતાવશે કે લોકો તેને તેના કામથી ઓળખશે.
તેના પછી પુરી કુમારીએ ખેલાડી બનવાનું નક્કી કર્યું અને તેમને રમતમાં ભાગ લઈને એક ઇન્ટરનેશનલ મેડલ જીત્યો. ત્યારે તેમનું નામ બની ગયું. તેના પરથી તેમને લાખો રૂપિયાનું ઇનામ પણ મળ્યું અને રાજસ્થાન સરકારમાં નોકરી પણ આપવામાં આવી.
પુરી કુમારીના પરિવાર પાસે સરખું રહેવા માટે પાકું મકાન પણ નહતું માટે એક દાનવીરે દીકરીની મહેનત જોઈને તેને પાકું મકાન બનાવી આપવાની પણ મદદ કરી. આજે દીકરી અપંગ હોવા છતાં પોતાની મહેનતથી પોતાના પરિવારની સ્થિતિ પણ બદલી નાખી. આજે દીકરી પરિવારનો દીકરો બની ગઈ છે.