સલામ છે આ બને દીકરીઓને જે આજે પરિવારમાં દીકરાની ગરજ પુરી કરી રહી છે: સવારમાં પિતાને મદદ કરે છે અને બપોરે શાળાએ જાય છે…

Story

દરેક લોકોના જીવનમાં તકલીફો તો હોય છે. પણ જે વ્યક્તિ પોતાના કઠિન સમયમાં પણ હિંમત નથી હારતા તેમની તકલીફો પણ એક દિવસ દૂર થઇ જાય છે. આજે અમે તમને બે એવી જ બેહેનો વિષે જણાવીશું કે જે આજે પોતાના પિતાને દીકરો બનીને ઘર ચલાવવામાં મદદ કરી રહી છે.

પિતા શાકપુરીની લારી ચલાવે છે. ૨૦ રૂપિયામાં ૬ પુરી અને શાક આપવામાં આવે છે.પરિવારની સ્થિતિ ખુબજ નબળી હોવાથી બંને દીકરીઓ પણ પોતાના પિતાને અહીં મદદ કરાવવા માટે સવાર સવારમાં આવી જાય છે.

અહીં પિતાને મદદ કરાવીને બપોરે શાળામાં પણ જાય છે. દીકરીનું દિલ હંમેશા પિતા માટે ચિંતિત રહે છે. તો દીકરીઓ પોતાની પિતાની મદદ કરવા માટે હંમેશા તત્પર કરે છે. આ દીકરીઓ પણ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.

આ દીકરીઓ આજે પરિવારનો દીકરો બનીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મદદ કરે છે. દીકરીઓની મહેનત જોઈને દરેક લોકો તેમની ખુબજ પ્રશંશા કરે છે. દીકરીઓ વહેલી સવારે પોતાના પિતાને મદદ કરવા માટે ત્યાં આવી જાય છે અને ૧૦ વાગ્યા સુધી ત્યાં પિતાને લારી પર પુરી બનાવવા માટે મદદ કરે છે.

બપોરે ભણવા માટે શાળાએ પણ જાય છે. આવા બાળકો ભગવાન દરેકને નથી આપતા. દીકરીઓના પિતા પણ પોતાની જતાને ખુબજ નસીબદાર સમજે છે કે તેમને આવી સમજુ દીકરીઓ આપી જે દીકરાની ગરજ પુરી કરે છે.

Leave a Reply

Your email address will not be published.