ભક્તિમાં છે અદ્ભૂત શક્તિ : માતાનો ભક્ત હાથમાં સળગતો દીવો રાખીને ગિરનારના 5000 પગથિયાં ચડીને માં અંબેના દર્શન કરવા પહોંચ્યો.

Dharma

ભારતમાં ભક્તની ભક્તિ જ અલગ છે. અહીં ભક્તો ભગવાનની ભક્તિ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકો ક્યારેક એવા કામો કરે છે જે લોકોમાં ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં ગિરનાર ના દાદરા સડસડાટ ચડતા એક ભક્તનો વીડિયો વાઇરલ થયો છે જે અનોખી ભક્તિનું ઉદાહરણ છે. અંબે માતા પ્રત્યે અપાર ભક્તિ ધરાવનાર ભક્ત હાથમાં સળગતો દીવો લઈને ગિરનારના 5000 પગથિયાં ચઢ્યા હતા.

માતાની ભક્તિ અને શક્તિનું અનોખું ઉદાહરણ ગિરનારના દરેક પગથિયે જોવા મળે છે. માતાના મંદિરમાં આવતા ભક્તોની માતા પ્રત્યેની ભક્તિની વાત જ કંઈક અલગ હોય છે. ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબેમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તે એવું કામ કર્યું કે તેની ભક્તિની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ટીંબડી ગામના ભક્ત રવજીભાઈ ઘેવરિયાને માતાજીમાં વિશેષ આસ્થા હતી અને તેને માતાજીની માનતા રાખી હતી, માનતા પૂરી કરવા ગિરનારના 5000 પગથિયાં ચડીને માતાનો આર્શીવાદ લેવા પહોંચ્યા હતા.

હાથમાં દીવો પ્રગટાવિને રવજીભાઈ ઘેવરિયા પાંચ હજાર પગથિયાં ચડીને માતાના દરબારમાં આવ્યા હતા. તેમણે પોતાના એક હાથમાં સળગતો દીવો પ્રગટાવીને 5000 દાદર ચડીને માતા અંબે પ્રત્યેની અજોડ ભક્તિ દર્શાવી છે. તેમણે પોતાના હાથમાં પ્રગટાવેલા દિવા સાથે મંદિરમાં મા અંબાના દર્શન કરીને માતાજીની આરતી ઉતારી હતી.

જગત જનની માં અંબે માતાજીના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે અને અનેક રીતે આસ્થા ધરાવે છે. ગિરનારમાં રોપ-વે ચાલુ થઈ ગયો હોવા છતાં ઘણા શ્રદ્ધાળુઓ સીડીઓ ચઢીને તેમની માનતા પુરી કરતા હોય છે. આવા ભક્તો ને જોતા એકજ વાત ખ્યાલ આવે છે કે ભક્તિમાં શક્તિ રહેલી છે. જય માં અંબે 🙏🏼

Leave a Reply

Your email address will not be published.