એવું તો શુ થયું હતું કે એક ડોક્ટરે કૂતરાને કાર સાથે બાંધીને 5 કિલોમીટર સુધી ઘસડ્યો, મેનકા ગાંધીનો ફોન આવ્યા પછી ફરિયાદ નોંધવામાં આવી

News

રાજસ્થાનના જોધપુર જિલ્લાના એક ડોક્ટરે ક્રૂરતાની હદ વટાવી દીધી. ઘરમાં ઘૂસી ગયેલા એક રખડતા કૂતરાને ડોક્ટરે પોતાની કાર સાથે બાંધીને લગભગ 5 કિમી સુધી ઘસડ્યો. ચાલતી કાર સાથે દોરડા વડે બાંધવામાં આવતા કૂતરો લોહોલુહાણ થઈ ગયો હતો. આ નજારો જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો હેરાન રહી ગયા હતા. ડોક્ટરની કારની સામે લોકોએ બાઇક આડી ઉભી રાખી દેતા તેણે કાર રોકી હતી અને કૂતરાને બચાવી લેવામાં આવ્યો હતો. ઘાયલ કૂતરાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે મેનકા ગાંધીના ફોન બાદ પોલીસે આરોપી ડોક્ટર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
દુનિયામાં વાગશે ગુજરાતનો ડંકો, આખી દુનિયાને સપ્લાય કરશે સેમિકન્ડક્ટર ચીપ, વેદાંતા ગ્રૂપે કર્યા કરોડોના MOU

મળતી માહિતી મુજબ, મામલો શહેરના શાસ્ત્રીનગર કોલોનીનો છે. મહાત્મા ગાંધી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ. રજનીશ ગાલવા આ કોલોનીમાં રહે છે. કોલોનીમાં રખડતો કૂતરો તેમના ઘરમાં આવતો જતો હતો. ગઈકાલે એટલે કે રવિવારે પણ તેમના ઘરમાં કૂતરો ઘુસી ગયો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા ડોક્ટર ગલવાએ કૂતરાના ગળાને દોરડા વડે બાંધીને પોતાની કારમાં બાંધી દીધો હતો. જે બાદ તેઓ તેને રસ્તા પર લઈ ગયા હતા. કૂતરો પહેલા કારની સાથે તેજ ગતિએ દોડતો રહ્યો અને પછી થાકી જતા ખેંચાવા લાગ્યો. ક્યારેક તે ભાગવાની કોશિશ કરતો તો ક્યારેક ગાડી પાછળ ખેંચાવા માંડતો. આ કારણે તે ભારે ઘાયલ થયો હતો.

શાસ્ત્રી સર્કલ પર કારથી કૂતરાને ખેંચી જતો જોઈને કેટલાક લોકોએ ડોગ હોમ ફાઉન્ડેશનના કુલદીપ ખત્રીને જાણ કરી હતી. તેમજ ડોક્ટરની કાર આગળ બાઇક મુકીને તેમને રોક્યા હતા. થોડી જ વારમાં સંસ્થાના લોકો પણ એમ્બ્યુલન્સ લઈને પહોંચી ગયા. આના પર ડૉક્ટરે હંગામો શરૂ કર્યો અને પોલીસને પણ બોલાવી. આરોપ છે કે પોલીસે પણ ડોક્ટરનો સાથ આપ્યો અને એમ્બ્યુલન્સ રોકી. જે બાદ મેનકા ગાંધીએ શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનના એસએચઓ જોગેન્દ્ર સિંહને ફોન કર્યો, ત્યારબાદ એમ્બ્યુલન્સને જવા દેવામાં આવી. સંસ્થા તરફથી આરોપી ડોક્ટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.અને ઘાયલ કૂતરાને સારવાર આપવામાં આવી રહી છે.
એક્ટ્રેસ બબીતા ને એક ફેન્સે પૂછ્યો એક રાતનો ભાવ, એક્ટ્રેસે નો જવાબ સાંભળીને લોકો હેરાન રહી જશે

Leave a Reply

Your email address will not be published.