અજીબ પ્રસંગ : ક્યારેય સાંભળવામાં ના આવ્યો હોઈ એવો ગધેડીની ગોદભરાઈ નો પ્રસંગ ઉજવાયો.

ajab gajab

મહિલાઓની ગોદ ભરાઈ, શ્રીમંતનો પ્રસંગ છે એવુ તમે સાંભળ્યુ હશે. પરંતુ શુ તમે ગધેડાની ગોદભરાઈ વિશે સાંભળ્યુ છે. ગુજરાતના એક ગામડામાં ગધેડીની ગોદભરાઈનો પ્રસંગ યોજાયો હતો. તમે જાણીને આશ્ચર્ય પામી જશો તેવી આ માહિતી છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં હાલારી ગદર્ભનું સંરક્ષણ કરવા માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પ્રથમવાર ગદર્ભના સંરક્ષણ માટે શ્રીમંતનો કાર્યક્રમ યોજાયો. ગર્ભધારણ સંસ્કાર ભારતીય કૃષિ સંશોધન પરિષદે હાલારી ગદર્ભને ભારતની એક અલગ જાતિ તરીકેની માન્યતા આપી છે. પરંતુ આ દૂર્લભ જાતિ લુપ્ત થવાના આરે છે. હાલારી ગદર્ભ સૌરાષ્ટ્રના મહત્વના પશુઓમાંથી એક છે. જે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં જોવા મળે છે.

ત્યારે આ દુર્લભ જાતિની વસ્તીને ટકાવવા માટે ઘણા પ્રયત્નોની જરૂર છે. હાલારી ગદર્ભનું સંરક્ષણ ત્યારે જ થઈ શકે છે જ્યારે તેના માટે કોઈ ખાસ પ્રયત્નો કરવામાં આવે. આ પ્રયત્નોના ભાગરૂપે શ્રીમંતનો કાર્યક્રમ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો હાજર રહ્યા.રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામે અને ગુજરાતમાં પ્રથમ વાર ગધેડાનાં સરક્ષણ માટે શ્રીમંત (ગર્ભધારણ સંસ્કાર) કાર્યકમ યોજવામાં આવ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.

હાલારી ગધેડો એ સૌરાષ્ટ્રના મહત્વના પશુઓ પૈકીનું એક છે અને તે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળે છે. આ જિલ્લાના પરંપરાગત પશુપાલક સમાજ ભરવાડ અને રબારીઓ હાલારી ગધેડાને ઉછેરવામાં અને જાળવવામાં વ્યાપક રીતે પોતાનું યોગદાન આપ્યું છે. તેઓ ખાસ કરીને સ્થળાંતર દરમિયાન ગધેડાનો માલવાહક પશુ તરીકે ઉપયોગ કરે છે. શ્રીમંત (ગર્ભધારણ સંસ્કાર) ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR – NBAGR) દ્વારા હાલારી ગધેડાની જાતિને ભારતની એક અલગ ગધેડાની જાતિ તરીકે માન્યતા આપવામાં આવી છે. પરંતુ આ દૂર્લભ જાતિ લુપ્ત થવાના આરે છે.

હાલારી ગધેડાના દૂધના વેચાણ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેનું આરોગ્યની દ્રષ્ટિએ ઉપચારમાં મૂલ્ય હોવાનું કહેવાય છે અને તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે. તેમ છતાં મૂળ ટ્રેકમાં જાતિની વસ્તીને ટકાવવા માટે ઘણા પ્રયત્નોની જરૂર છે. શ્રીમંત (બેબી શાવર) એ માતાને આશીર્વાદ આપવા અને જન્મ થનાર ખોલકાનું સ્વાગત કરી ઉજવણી કરવાની પરંપરાગત ભારતીય વિધિ છે . હાલારી ગધેડાનું સંરક્ષણ ત્યારે જ થઈ શકે જ્યારે દરેક ગધેડા સંવર્ધકો પોતાના પરિવારમાં અપાર ખુશી અને આશા સાથે ખોલકાને આવકારે તેવુ કોલકી ગામના રહેવાસીઓએ જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *