મરણપથારીએ પડેલી પત્નીએ પોતાના પતિ પાસે જાહેર કરી પોતાની છેલ્લી ઈચ્છા …જાણી ને પતિને ઊંડો આઘાત લાગ્યો.

Story

સોશિયલ મીડિયા પર એક પતિ અને પત્નીની કહાની વાયરલ થય છે. વાત જાણે એમ છે કે તેમાં એક બીમાર પત્ની જે ઈચ્છા તેના પતિ સામે રજૂ કરે છે તેને સાંભળીને એકવાર તો તેનો પતિ આઘાત પામી જાય છે. ડોક્ટરોનું કહેવું છે કે મહિલા ગંભીર રોગ સામે લડી રહી છે અને તેના જીવનમાં વધુમાં વધુ 9 મહિનાની મહેમાન છે. આ બધા વચ્ચે બીમાર પત્ની પતિને કહે છે કે તેની એક અંતિમ ઈચ્છા છે.

રિપોર્ટ મુજબ મહિલા ગણતરીના મહિનાની મહેમાન છે. જે બીમારીથી તે પીડાય છે તેનો અંતિમ સ્ટેજ ચાલી રહ્યો છે. ડોક્ટરોએ આ વ્યક્તિને જણાવ્યું કે મહિલા 4થી 5 મહિના સુધી વ્હીલચેર પર રહેશે. આઠમા મહિનામાં તે પથારીવશ થઈ જશે. મહિલાએ તેના પતિને જે અંતિમ ઈચ્છા વિશે જણાવ્યું તે જાણીને તમને પણ ઝટકો લાગી જશે.

ધ ઈન્ડિપેન્ડેન્ટના રિપોર્ટ મુજબ પતિએ કહ્યું છે કે અમે બંને 10 વર્ષથી સાથે છીએ. પત્નીને જે બીમારી છે તેના કારણે તેના જીવનમાં ફક્ત 9 મહિના બચ્યા છે. મેં ક્યારેય વિચાર્યું નહતું કે હું તેના વગર રહી શકીશ.

રિપોર્ટ મુજબ પતિ પાસે જ્યારે હાલમાં તેની પત્ની બેઠી તો તેણે કહ્યું કે મારી એક છેલ્લી ઈચ્છા છે. મહિલાએ કહ્યું કે હું મારા પૂર્વ પ્રેમી સાથે સેક્સ કરવા માંગુ છું. આ સાંભળીને મહિલાના પતિને ઊંડો આઘાત લાગ્યો. પત્નીની વાત સાંભળીને શું કરવું શું ના કરવું તે કંઈજ ખ્યાલ ના આવતા તેણે પોતાની વ્યથા સોશિયલ મીડિયા પર શેર કરી. તેણે એમ પણ કહ્યું કે તેને સમજમાં નથી આવતું કે તે શું કરે. આ વાત પર અનેક લોકોએ પોત પોતાના પ્રતિભાવ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published.