દીકરીના લગ્ન કરીને સારા ઘરમાં મોકલવા માટે વૃદ્ધ પિતાએ વહેંચી દીધું પોતાનું ઘર અને આજે એક સમયનું જમવા માટે બસ-સ્ટોપ પર રહીને ભીખ માંગવા મજબુર થય ગયા.

Story

આજનો યુગ આધુનિક બની ગયો છે પરંતુ તેમ છતાં દીકરીના લગ્ન કરાવવા એ પિતા પર સૌથી મોટી જવાબદારી છે. એક પિતા પોતાની આખી જિંદગીની બચત કરી હોય તે બધી દીકરીઓના લગ્નમાં ખર્ચી નાખે છે. જેમની પાસે પૈસા નથી તેઓ પોતાની દીકરીઓના સારા લગ્ન કરાવવા માટે લોન પણ લે છે. કારણ કે દરેક પિતાની ઈચ્છા હોય છે કે તેની દીકરી સારા ઘરમાં જાય અને તેનું દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહે. દીકરીની ખુશી માટે કોઈપણ પિતા કોઈપણ કિંમત ચૂકવવા માટે તૈયાર હોય છે. મિત્રો, આજે અમે તમને તમિલનાડુના આવા જ એક પિતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પિતાની વાર્તા સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે.

આજે અમે તમિલનાડુના તેનકાસી જિલ્લામાં રહેતા 61 વર્ષના મદાસામી વિશે વાત કરી રહ્યા છીએ , આ વૃદ્ધ વ્યક્તિ અનૈયપ્પાપુરમ નામના ગામમાં રહેતા હતા અને આજે બસ સ્ટોપ પર જીવન વિતાવવાની ફરજ પડી છે. આ 61 વર્ષીય વ્યક્તિએ પોતાની દીકરીઓના સારા લગ્ન કરાવવા માટે લોન પર પૈસા લીધા હતા. જેના કારણે હવે તેના માથા પરથી છત જતી રહી છે અને તેનું ઘર વેચાઈ ગયું છે. વાતચીત દરમિયાન તેમના જીવનની મુશ્કેલીઓ વિશે વાત કરી કે હાલમાં તેમની પાસે કપડાં, ટિફિન બોક્સ અને પાણીની બોટલો સિવાય કંઈ જ બચ્યું નથી. તેમની પાસે કોઈપણ એવું કામ પણ નથી જેથી તેઓ પોતાની સંભાળ રાખી શકે. એટલા માટે તે પોતાનું પેટ ભરવા માટે ભીખ માંગે છે. તેમનું જીવન ખૂબ જ ખરાબ પરીસ્થિતિમાં આવી ગયું છે પરંતુ તેમ છતાં કોઈ પણ તેમની મદદ કરતું નથી.

તેમણે એમ પણ કહ્યું કે તેમના જીવનમાં એક એવો સમય પણ હતો જ્યારે તેઓ તેમના ગામમાં ખૂબ જ પ્રખ્યાત હતા. તેઓ તેમના ગામના પ્રખ્યાત લોક ગાયક હતા અને ગામની આજુબાજુમાં યોજાતા લગ્ન સમારંભો અને અન્ય કાર્યક્રમોમાં ગાયક તરીકે ગાવાનું આમંત્રણ મળતું હતું. તે દરમિયાન લોકોએ તેના ગીતોને ખૂબ પસંદ કર્યો હતા. આ 61 વર્ષીય વ્યક્તિ કહે છે કે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેના જીવનમાં એક દિવસ આવી પરિસ્થિતિ નો સામનો કરવો પડશે. પોતાનું જીવન ખુશીથી જીવી રહ્યો હતો. તે પોતાના ગામમાં પણ ખૂબ પ્રખ્યાત થય ગયો હતો. પરંતુ પત્નીના અવસાન બાદ તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. મદસામી શારીરિક, માનસિક અને આર્થિક રીતે ખૂબ જ નબળો પડી ગયો છે. મદસામીએ પોતાની દીકરીઓના સારા લગ્ન કરાવવા માટે લોન પર પૈસા લીધા હતા. જે દિવસેને દિવસે વધવા લાગ્યા હતા અને અંતે પરિણામ એ આવ્યું કે તેમની પાસે લોન ભરવા માટેના પૈસા નહોતા તો તેમણે પોતાનું મકાન વેચવું પડ્યું.

હવે અત્યારે મદસામી પાસે રહેવાની કોઈ જગ્યા નથી. અને તેમની પાસે કોઈ બેંક ખાતું પણ નથી કારણ કે તેમની પાસે માન્ય સ્થાનિક સરનામું નથી. આ જ કારણ છે કે મદસામી મનરેગામાં મજૂર તરીકે પણ કામ મેળવી શકતો નથી. મદસામી કહે છે કે ઓળખ કાર્ડ તરીકે તેમની પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને મતદાર કાર્ડ છે. પરંતુ કોઈપણ સરકારી યોજના મુજબ, કાયમી સરનામા વગર તે તેની બેંકમાં ખાતું ખોલાવી શકતો નથી. બેંકમાં ખાતું ન હોવાને કારણે તેઓને મનરેગામાં નોકરી મળી શકે તેમ નથી અને તેમને વૃદ્ધાવસ્થા પેન્શનનો લાભ પણ મળી શકે તેમ નથી.

મદાસામીએ એમ પણ કહ્યું છે કે તેણે આ સંબંધમાં તેનકાસી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો પણ સંપર્ક કર્યો હતો અને તેઓ તેમના વિશે માહિતી એકત્રિત કરી રહ્યા હતા. તેમના જિલ્લાના અધિકારીઓએ તેમને ખાતરી આપી છે કે તેમને મનરેગા અને વૃદ્ધાવસ્થા પેન્શન જેવી સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે ઉકેલ શોધી કાઢવામાં આવશે. મદસામી એક સામાન્ય માણસ છે, તેની પત્નીનું 5 વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમની દીકરીઓના લગ્ન પણ અલગ-અલગ રાજ્યોમાં થઈ ચૂક્યા છે, તેથી તે તેમની સાથે નથી રહેતો અને મદસામીએ એમ પણ કહ્યું કે મને ખરાબ ત્યારે લાગ્યું જયારે મારા ખરાબ સમયમાં મારી દીકરીઓએ મદદ પણ નહોતી કરી .

Leave a Reply

Your email address will not be published.