આ ગામની છોકરીઓ 12 વર્ષની થતા જ તે છોકરામાં ફેરવાઈ જાય છે આ જાણીને તો વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા.

ajab gajab

નવી દિલ્હી મોટાભાગના છોકરાઓ અને છોકરીઓ માટે તરુણાવસ્થા એ એક વિચિત્ર અને મુશ્કેલ સમય હોય છે. આ સમયે અજીબ અને પયત્નશીલ સમય હોય છે, મૂડ સ્વિંગ થાય છે અને વાળ તે જગ્યાએ આવવા લાગે છે જ્યાં તે પહેલાં ક્યારેય નહોતું. પરંતુ જો અમે તમને કહીએ કે વિશ્વના નકશા પર એક એવું ગામ (લા સેલિનાસ વિલેજ) છે જ્યાં એક ચોક્કસ વય પછી, છોકરીઓ છોકરાઓમાં ફેરવાઈ જાય છે, તો તમને આશ્ચર્ય થશે.

અને તમને નવાઈ નથી લાગ હશે? પરંતુ આ વાત એકદમ સાચી છે. ડોમિનિકન રિપબ્લિકમાં લા સેલિનાસ વિલેજ નામનું એક ગામ છે. અહીંની છોકરીઓમાં ચોક્કસ ઉંમર પછી લિંગ પરિવર્તન થાય છે. આ પછી અહીંની છોકરીઓ છોકરાઓ બની જાય છે. આ કારણથી અહીંના લોકો ગામને શાપિત ગામ તરીતે ઓળખે છે. વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ રહસ્ય શોધી શક્યા નથી.

સેલિનાસ ગામની ઘણી છોકરીઓ 12 વર્ષની ઉંમરે થાય ત્યાં સુધી છોકરી હોય પરંતુ પછી તેમાં પરી વર્તન થાય છે અને તે છોકરામાં ફેરવાઈ જાય છે. ગામડાની છોકરીઓના છોકરા બનવાના રોગને કારણે અહીંના લોકો ખૂબ જ પરેશાનથાય રહિયા છે. આ કારણે ગામના ઘણા લોકો માને છે કે અહીં કોઈ અદ્રશ્ય શક્તિનો પડછાયો છે. આ સિવાય કેટલાક વૃદ્ધ લોકો ગામને શ્રાપિત માને છે. આવા બાળકોને ‘ગુવેડોસીસ’ કહેવામાં આવે છે.

ગામમાં કોઈના ઘરે બાળકીનો જન્મ થાય તો તે પરિવારમાં શોકની લાગણી છવાઈ જાય છે. કારણ કે તેમને ડર છે કે તેમની દીકરી મોટી થશે ત્યારે છોકરો બની જશે. આ રોગને કારણે ગામમાં છોકરીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે. આ રહસ્યમય રોગને કારણે આસપાસના ગામડાના લોકો આ ગામને ખરાબ નજરથી જુએ છે.

અને દરિયા કિનારે આવેલા આ ગામની વસ્તી 6 હજારની આસપાસ છે. પોતાની અનોખી અજાયબીને કારણે આ ગામ દુનિયાભરના સંશોધકો માટે સંશોધનનો વિષય બની રહે છે. બીજી તરફ ડોક્ટરોનું કહેવું છે કે આ બીમારી ‘જિનેટિક ડિસઓર્ડર’ છે. સ્થાનિક ભાષામાં આ રોગથી પીડિત બાળકોને ‘સ્યુડોહર્માફ્રોડાઈટ્સ’ કહેવામાં આવે છે. જે પણ છોકરીઓને આ બીમારી હોય છે, તે મોટી થાય પછી તેમના શરીરમાં પુરુષોની જેમ અંગો બનવા લાગે છે. તેનો અવાજ ભારે થવા લાગે છે અને શરીરમાં એવા ફેરફારો આવવા લાગે છે જે ધીમે ધીમે તેને છોકરીમાંથી છોકરો બનાવી દે છે. ગામના 90 માંથી એક બાળક આ રહસ્યમય રોગ સામે લડી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *