ગુજરાતનું આ દંપતી ચલાવે છે બિયારણની બેન્ક અને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે.

Story

કેશોદનું આ દંપતી શાકભાજી ફળ ફળાદી તેમજ 400 થી વધુ દેશી બિયારણ બચવાનું કામ કરે છે. તેમને દેશી બિયારણની બેન્ક ચાલુ કરી છે. આજના આધુનિક યુગમાં ખેડૂતો ઉત્પાદન મેળવવા લોકો હાયબ્રીડ બિયારણ તેમજ રાસાયણિક ખાતરના ઉપયોગથી અસલી સ્વાદ અને સોડમ ગુમાવી છે.

ત્યારે આ દંપતી તેને બચાવવા માટે મજૂરી કરી રહ્યું છે.મનુષ્યનો ખાસ ખોરાક હોય તો શાકભાજી જેમાં અત્યારના સમયમાં કોઈ સ્વાદ જોવા નથી મળતો કારણ કે તેમાં હવે રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.

આ દંપતી ભાડે જમીન રાખીને કામ કરે છે.આજથી ૫૦ વર્ષ પહેલા બીજ હતા તે અત્યારે જોવા મળતા નથી.આ ભરતભાઈ ને ૨૦ વર્ષ પહેલા વિચાર આવ્યો હતો.લુપ્ત અને નામશેષ થતા અનેક બિયારણને કોણ બચાવે.

જેથી તેમને ભારત ભ્રમણ કરી બિયારણ ભેગા કરવાની શરૂવાત કરી હતી.ભરત ભાઈને તેમના પત્ની મીતાબેન પણ આ કાર્યમાં સાથ સહકાર આપી રહ્યા છે.કોરોના જેવા કપાળ સમયમાં આ બીજની ખુબજ માંગ વધી હતી.

હાલ બિયારણ પેકીંગ અને ગ્રેડિંગનું કામ તેમના પત્ની કરી રહ્યા છે.કોરોના પછી અમદાવાદ બરોડા,સુરત જેવી સીટીમાં કિચન ગાર્ડનનો જમાનો આવી ગયો છે.ત્યારે લોકો ભરતભાઈ મિટિંગમાં પણ બોલાવતા હોય છે.

સાથે તેમના ઘાબા ઉપર શાકભાજીનું વાવેતર કરી તે ઘરે જ ઉપયોગમાં લેતા હોય છે ભરતભાઈ જોડે કોરોના પછી તે તેમના કાર્યમાં ખુબજ વ્યસ્ત રહેતા હોય છે અને સારી કામની કરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *