આ ગુજરાતી દંપતી લંડનની લકઝરી લાઈફ અને સારી એવી નોકરી છોડીને આવ્યા પોતાના દેશ, આજે ખેતી માંથી કરે છે…

Story

આજના સમયમાં બધા જ યુવતો અભ્યાસ માટે વિદેશમાં જવાનું વિચારતા હોય છે અને તેમનો અભ્યાસ કરીને ત્યાં જ સેટલ પણ થઇ જતા હોય છે. આજે બધા જ યુવકો અને યુવતીઓ વિદેશહમાં જવાની ઈચ્છા તો ધરાવતા જ હોય છે.

એવામાં આજે આપણે એક એવા જ દંપતી વિષે જાણીએ જે વિદેશની નોકરી છોડીને દેશમાં પાછા આવી ગયા છે આ દંપતીનું નામ રામદે ખુટી અને ભારતી ખુટી છે.રામદે અને ભારતી બંને યુવા દંપતી છે અને તેઓએ વિદેશમાં તેમની વૈભવી જીવનશૈલીને છોડીને દેશમાં પાછા આવી ગયા છે,

તેમને સારા પગારની નોકરી હતી તેને છોડી દીધી અને ખેતી કરવાનું ચાલુ કર્યું છે. રામદે અને ભારતી છેલ્લા ઘણા વર્ષોથી લંડનમાં રહેતા હતા અને ત્યાં વૈભવી જીવન જીવતા હતા. પણ છેલ્લા થોડા સમયથી ભારત આવીને તેઓ ગુજરાતના પોરબંદરના બેરણ ગામમાં આવ્યા છે.

અહીંયા આવીને આ દંપતી ભેંસો, ગાયો સહીત ખેતી પણ કરે છે. આ દંપતી મૂળ બેરણ ગામની છે અને તેમાં રામદે ખુટી વર્ષ ૨૦૦૬ માં નોકરી માટે ઈંગ્લેન્ડ ગયા હતા પછી બે વર્ષ પછી ભારત આવીને ભારતી સાથે ભારત આવીને લગ્ન કર્યા.

એવામાં ભારતી રાજકોટમાં એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો કોર્સ કરતી હતી. લગ્ન પછી વર્ષ ૨૦૧૦ માં અભ્યાસ પૂરો કરવા લંડન ગઈ હતી.ત્યાં જઈને ઈન્ટરનેશનલ ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી લીધી હતી.

પછી ત્યાં કામ ચાલુ કર્યું અને બંને તેમનું જીવન વૈભવી રીતે જીવતા હતા અને ત્યારે તેમને એક દીકરાનો જન્મ થયો પછી રામદે ખુટીને તેમના ગુજરાતમાં રહેતા તેના માતા-પિતાની ચિંતા ઘણી હતી. તેમની સાર-સંભાર વાળું પણ કોઈ નહતું તો તેઓએ ભારત પાછા આવવાનું નક્કી કર્યું હતું અને ખેતી કરવાનું નક્કી કર્યું. તો ભારતીએ પણ પતિના નિર્ણયને સમર્થન આપ્યું અને તેમનું વૈભવી જીવન છોડીને તેઓ ગુજરાત પાછા આવ્યા અને આજે અહીંયા આ દંપતી ખેતી અને પશુપાલન પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published.