સૌથી મોટું દાન અન્નદાન હોય છે. જો આપણા લીધે કોઈનું પેટ ભરાય તો તેનાથી સારી વાત આ આખી દુનિયામાં બીજી કોઈ નથી. ઘણા એવા લોકો છે કે જેમને બે ટાઈમ સરખું ખાવાનું પણ નથી મળતું. આજે અમે તમને એક એવા દાદા વિષે જણાવીશું.
જે ગરીબ અને ભૂખ્યા લોકોને મફતમાં ભોજન કરાવીને માનવતા મહેકાવી રહયા છે. આ દાદાનું નામ વિનોદ ભાઈ છે આને તે મોરબીના રહેવાસી છે. વિનોદ ભાઈએ બાળપણમાં ખુબજ ગરીબીના દિવસો જોયા છે.
તેમના ૯ ભાઈ બહેન હતા. તેમને ખુબજ મહેનતથી સરકારી નોકરી મેળવી અને જયારે તે રિટાયર્ડ થયા ત્યારે તેમને નક્કી કર્યું કે તે ભૂખ્યા અને ગરીબ લોકો કે જે કામ નથી કરી શકતા અથવા દીકરાઓ તેમને ખાવાનું નથી આપતા તેવા લોકોને પેટ ભરીને મફતમાં ખાવાનું આપશે.
વિનોદ ભાઈ આજે પોતાનું બધું જ પેંશન ભૂખ્યા લોકોને ભોજન કરાવવામાં વાપરી દે છે. અને તે આ સેવા છેલ્લા ૨ વર્ષથી કરી રહ્યાં છે. તે પોતે ભાડાના ઘરમાં રહે છે. તેમને દર મહિને ૬૦ હજાર રૂપિયા પેંશન આવે છે. તે બધું જ ગરીબ લોકોની સેવામાં વાપરી દે છે.
આજ સુધી તમે આવા લોકો નહીં જોયા હોય.વિનોદ ભાઈનું માનવું છે કે ભગવાને આપણને મનુષ્ય ધર્મ આપ્યો છે. તે તેમાં સારું કામ કરવું જોઈએ. તે દરરોજ ૭૦ લોકોને જમાડે છે. એ પણ સવાર સાંજ. જે લોકો ચાલી નથી શકતા તેવા લોકોને ઘરે જઈને ટિફિન આપી આવે છે. ખરેખર વિનોદ ભાઈના આ કામને સલામ છે.