આ છે દુનિયાના સૌથી સુંદર દેખતા ફૂલો અને છોડ, જેને સ્પર્શતા જ માણસ મરી જાય છે!

ajab gajab

સુંદર ફૂલો અને છોડ લોકોને મોહિત કરે છે. ફૂલોની સુગંધ લોકોને પોતાના દિવાના બનાવી દે છે તેમજ પોતાની તરફ આકર્ષે છે. પરંતુ આ દુનિયામાં ઘણા એવા ફૂલો અને છોડ છે જેને સ્પર્શ કરવાથી જ વ્યક્તિનું મૃત્યુ થઇ શકે છે. તો ચાલો જાણીએ આવા ઝેરી છોડ અને ફૂલો વિશે.

એકોનિટમ પ્લાન્ટ:
એકોનિટમ વિશ્વનો સૌથી ખતરનાક છોડ માનવામાં આવે છે. તે વ્યક્તિના હૃદયના ધબકારા ઘટાડે છે, જેના કારણે તે મૃત્યુ પામે છે. આ છોડના મૂળ અને પાંદડા બંનેમાં ઝેર હોય છે, પરંતુ પાંદડા કરતા મૂળ વધુ ઝેરી હોય છે. ન્યુરોટોક્સિન મૂળ અને પાંદડા બંનેમાં જોવા મળે છે. આ ઝેર મગજને અસર કરે છે. તેના ફૂલ, પાંદડા કે મૂળ ત્વચાના સંપર્કમાં આવતાં જ તે ભાગમાં કળતર થવા લાગે છે અને જકડાઈ જવા લાગે છે. જો કોઈ પણ વ્યક્તિ તેને ભૂલથી પણ ખાય તો તે મરી પણ શકે છે.

હોગવીડ ફૂલ:
ઝેરી ફૂલોમાં હોગવીડ ફૂલનો પણ સમાવેશ થાય છે. તે ચમેલીના ફૂલ જેવું લાગે છે. એવું કહેવાય છે કે જો આ ફૂલ ત્વચાના સંપર્કમાં આવે અને સૂર્યપ્રકાશ તેના પર પડે છે, તો તેના કારણે થતી પ્રતિક્રિયા ખતરનાક સાબિત થઈ શકે છે. જેના કારણે ત્વચા પર ફોલ્લા થઇ જાય છે અને ત્વચા દાઝી જાય છે. તે ત્વચાના કેન્સરનું જોખમ પણ વધારે છે.

મેનકિનીલ પ્લાન્ટ:
એવું માનવામાં આવે છે કે મેનકીનીલ છોડ પણ ખૂબ જ ખતરનાક છે. આ છોડ ફ્લોરિડા અને કેરેબિયન ટાપુઓમાં જોવા મળે છે. તેને હિપ્પોમેન મેન્સિનિલા નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડ ફળ પણ આપે છે. આ છોડ એટલો ખતરનાક છે કે જો તેના પર પડતું પાણી સંપર્કમાં આવે તો પણ માનવ જીવ ગુમાવી શકે છે. તેનો ધુમાડો વ્યક્તિને અંધ બનાવી શકે છે અને શ્વાસ સંબંધી રોગ પણ થઈ શકે છે.

રીસીનસ કોમ્યુનિસ:
ખતરનાક છોડમાં રીસીનસ કોમ્યુનિસ ઝાડવામાં સમાવેશ થાય છે. તેને રિસિન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના બીજમાંથી બનેલા તેલને એરંડાનું તેલ કહેવામાં આવે છે. આ મેટાબોલિઝમના કોષોને મારી નાખે છે. જેના કારણે ઉલ્ટી અને ઝાડા થાય છે. જો આની સારવાર એક અઠવાડિયામાં યોગ્ય રીતે કરવામાં ન આવે તો જીવ પણ જઈ શકે છે.

એબ્રીન પ્લાન્ટ:
એબ્રીન છોડને પણ અત્યંત જોખમી માનવામાં આવે છે. તે લાલ રંગના બેરી જેવું લાગે છે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ છોડ પરના ફળના બીજ અત્યંત જોખમી છે. જો કોઈ તેને ખાય છે, તો તે મરી શકે છે. તેમાં જોવા મળતું એબ્રીન ખતરનાક સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *