ગુજરાતનું એક માત્ર એવું ગામ કે જ્યાં ગામના દરેક વ્યક્તિ છે કરોડપતિ..! બેંક માં છે કરોડો રૂપિયા ની ડીપોઝીટ…

Story

રંગીલું ગુજરાત હંમેશા થી પોતાના ગામડાઓ ની સંસ્કૃતિઓ માટે ખુબ પ્રખીયાત છે. તેમજ ગુજરાતના ઘણા ગામડા ની જીવન શૈલી ખુબ અલગ છે. ગુજરાત અને ગુજરાત ના ગામડા નો વારસો પણ ખુબ અનેરો છે. કચ્છ ના મેઈન શહેર ભુજથી 3 કિમીના અંતરે આવેલા માધાપર ગામ, ખાલી ને ખાલી ગુજરાત જ નહિ પંરતુ સમગ્ર દેશ વિદેશમાં એક આગવી ઓળખ ધરાવે છે, અને આખા ગુજરાત ને માધાપર ગામ પર ખુબ ગર્વ છે.

આ ગામમાં આશરે 92 હજાર કરતાં પણ વધારે લોકોની વસ્તી છે અને આ ગામનો દરેક ઘર માંથી એક વ્યકિત વિદેશમાં સ્થાયી બન્યો છે. તેમજ આ ગામ પોતાની આગવી જીવન શૈલી ને લીધે પણ ખુબ જાણીતું છે. આ સાથે જ, આ એકલા ગામમાં 8 થી વધુ બેન્કો આવેલી છે. જે લગભગ આખા દેશમાં એકમાત્ર એવું ગામ હશે કે જ્યાં આટલી બેન્કો હોય, તેવું એવું માનવામાં આવે છે.

આ ગામમાં ઘણા લોકો વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. જેઓ ત્યાંની મસમોટી કમાણી આ દેશની બેંકોમાં ઢાલવે છે. જેના લીધે અહી 5000 કરોડ રૂપિયા ડિપોઝિટ થઇ ગયા છે. આ ગામનો દરેક NRI વ્યક્તિ આ ગામનો ઋણી માને છે. અહીં નજીક આવેલા શહેર ભુજથી દિવસમાં ત્રણ વખત મુંબઈ જવા માટે ફ્લાઇટ ઉડે છે. આ સાથે ગામના ઘણા કચ્છી લોકો મુંબઈમાં મોટા એવા ધંધા લઈને બેઠા છે.

આ ગામમાં ભાગ્યે જ તમને કોઈ ગરીબ વ્યક્તિ જોવા મળે છે. આ સાથે આ ગામના દરેક વ્યક્તિની બેંકમાં 12 લાખ જેટલી આવક બોલે છે, એટલે કે આ ગામને શ્રીમંત લોકોનું ગામ કહેવામાં આવે છે. તેમજ આ ગામ ની સ્વચ્છતા અને સુંદરતા લોકો ના દિલો માં વરી જાય છે. તેની સાથે આ ગામ માં લોકો ખુબ આધીનીકતા ની સાથે સંસ્કૃતિ ને લઇ ને જીવન જીવે છે.

જો તમે ભવિષ્યમાં કચ્છ ની મુલાકાત લેવા જાવ છો, તો અવશ્ય આ ગામની મુલાકાત લેજો. અહીં તમને વિદેશ જેવા એકદમ સાફ સુથરા રસ્તાઓ જોવા મળે છે. આ સાથે મોટી મોટી બિલ્ડિંગો પણ નજરે પડે છે. આ સાથે આ ગામમાં બધી જ સુવિધાઓ પણ છે. તેમજ ગામ ની અંદર તમને ઘણી એવી સુવિધા પણ મળશે કે, જે સુવિધા મોટા મોટા શહેરો માં હોઈ છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 1576થી પટેલ કણબી સમાજ અહીં વસતો રહે છે. એવું માનવામાં આવે છે કે પટેલ પરિવારના લોકોનું આ ગામમાં આગમન થયું હતું, ત્યારથી આ ગામના ભાગ્ય ખુલી ગયા છે. તેમજ આ ગામ ના ઘણા પરિવાર માંથી કોઈ ને કોઈ સદસ્યો વિદેશ માં જઈ ને સ્થાઈ બન્યા છે. તેમજ આ ગામ માં પાણી, રોડ રસ્તા તેમજ દરેક વસ્તુ ખુબ સુંદર અને સારી છે .

ભારત તથા પાકિસ્તાન દેશ વચ્ચે જ્યારે 1971માં લડાઈ ઝઘડાઓ ચાલી રહ્યા હતા, ત્યારે અહીંની 300 સ્ત્રીઓએ ફક્ત 3 જ દિવસમાં પ્લેન માટે ના રન-વે બનાવવા માટે મહેનત કરી હતી. તેમની મહેનતને બિરદાવવા માટે વિરાંગના સ્મારક બનાવવામાં આવ્યું છે. જો તમે કચછ બાજુ જાવ તો માધાપુર ગામ ની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *